IND VS SA – આફ્રિકા જીત્યુ ટોસ ભારતની બેટીંગ ટીમમાં કોઇ ફેરફાર નથી

By: nationgujarat
14 Dec, 2023

આફ્રિક સામે આજે અંતિમ ટી -20 મેચ છે જો આજે મેચ ભારત હારશે તો સિરિઝ પણ હારશે ટોસ આફ્રિકા જીત્યુ છે અને પહેલા બોલીગ કરશે ટીમમાં ભારતે કોઇ ફેરફાર  કર્યો નથી.

સૂર્યાએ આ વર્ષે ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા
સૂર્યકુમાર યાદવ આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી રહ્યો છે. તે આ વર્ષે T20 ફોર્મેટમાં ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર બેટર છે. બીજા નંબરે યશસ્વી જયસ્વાલ છે. તેણે 14 મેચમાં 370 રન બનાવ્યા છે. સિરીઝની બીજી મેચમાં સૂર્યાએ 56 રનની ઇનિંગ રમી હતી.

સૂર્યા ઉપરાંત રિંકુ સિંહે પણ છેલ્લી મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 39 બોલમાં 68 રન બનાવ્યા હતા. બોલિંગ આક્રમણની વાત કરીએ તો ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ટોપ પર છે.


Related Posts