IND vs PAK: સચિનથી લઈને બુમરાહ સુધી, જાણો કોણ બન્યા વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે હીરો

By: nationgujarat
15 Oct, 2023

Jasprit Bumrah:

જસપ્રીત બુમરાહ શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’ રહ્યો હતો. ચુસ્ત બોલિંગની સાથે તેણે વિકેટ પણ લીધી હતી. બુમરાહે 7 ઓવરમાં માત્ર 19 રન આપ્યા અને 2 વિકેટ લીધી. આ મજબૂત પ્રદર્શન સાથે, બુમરાહ તે વિશેષ યાદીમાં સામેલ થઈ ગયો છે, જેમાં સચિન, રોહિત અને વિરાટનો સમાવેશ થાય છે. આ તે ખેલાડીઓની યાદી છે જેઓ પાકિસ્તાન સામેની વર્લ્ડ કપ મેચમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’ રહ્યા હતા.

આ વર્લ્ડ કપ મેચ પહેલા ભારત અને પાકિસ્તાન સાત વખત ટકરાયા હતા. ભારત આ તમામ સાત વખત જીત્યું હતું. સચિન તેંડુલકર ત્રણ વખત ભારતની જીતનો હીરો હતો. વાંચો આ ખાસ યાદી…

વર્લ્ડકપ 1992: આ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન પહેલીવાર સામસામે હતા. સચિન તેંડુલકરે 62 બોલમાં 54 રનની ઇનિંગ રમી હતી. તેણે એક વિકેટ પણ લીધી હતી. તેણે ટીમ ઈન્ડિયાને 43 રનથી જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

વર્લ્ડ કપ 1996: નવજોત સિંહ સિદ્ધુ આ વર્લ્ડ કપ મેચમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’ હતા. તેણે 115 બોલમાં 93 રનની ઇનિંગ રમી હતી. ભારતે આ મેચ 39 રને જીતી લીધી હતી.

વર્લ્ડ કપ 1999: વેંકટેશ પ્રસાદે 27 રનમાં 5 વિકેટ લઈને પાકિસ્તાનની કમર તોડી નાખી. પ્રસાદની શાનદાર બોલિંગના કારણે ભારતે 47 રનથી જીત મેળવી હતી.

વર્લ્ડ કપ 2003: આ વખતે પણ સચિન તેંડુલકર ‘પ્લેયર ઓફ ધ મેચ’ રહ્યો હતો. સચિને 75 બોલમાં 98 રનની ધમાકેદાર ઈનિંગ રમી અને ટીમ ઈન્ડિયાને 6 વિકેટે જીત અપાવી.

વર્લ્ડ કપ 2011: ફરી એકવાર સચિન જીતનો હીરો હતો. તેણે 85 રન બનાવીને 29 રનથી ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

વર્લ્ડ કપ 2015: વિરાટ કોહલીએ 126 બોલમાં 107 રનની ઇનિંગ રમી હતી. ભારતે 76 રનના વિશાળ માર્જિનથી જીત મેળવી હતી.

વર્લ્ડ કપ 2019: રોહિત શર્મા જીતનો હીરો હતો. તેણે વિસ્ફોટક રીતે 113 બોલમાં 140 રન બનાવ્યા હતા. ભારતે આ મેચ 89 રને જીતી હતી.


Related Posts

Load more