જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ હોય છે ત્યારે ચાહકો ખૂબ જ ઉત્સાહિત હોય છે. બંને દેશોમાં ક્રિકેટ ખૂબ જ લોકપ્રિય છે. હવે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈના મેદાન પર મેચ રમાઈ રહી છે. આ મેચમાં પાકિસ્તાની ટીમના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ પછી પાકિસ્તાની ટીમે 241 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી સઈદ શકીલે અડધી સદી ફટકારી હતી, પરંતુ બાકીના બેટ્સમેનો ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ટીમે તેની શરૂઆતની મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. જ્યારે પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે પાકિસ્તાન માટે સેમીફાઈનલમાં પહોંચવા માટે આ મેચ મહત્વપૂર્ણ છે.
મેચમાં કોહલીએ શાનદર રમત બતાવી ફેન્સના દિલ જીતી લીધા છે. શાહીન આફ્રિદીએ હાર્દિક પંડ્યાની વિકેટ લીધી હતી. તે મેચમાં માત્ર 8 રન જ બનાવી શક્યો હતો. ભારતીય ટીમે 40 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 223 રન બનાવ્યા છે. વિરાટ કોહલી અને અક્ષર પટેલ ક્રિઝ પર હાજર છે.
લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ સારી રહી હતી. ભારતને પહેલો ફટકો પાંચમી ઓવરમાં જ લાગ્યો, જ્યારે કેપ્ટન રોહિત શર્મા એક શાનદાર બોલ પર શાહીન આફ્રિદીના હાથે બોલ્ડ થયો. રોહિતે 15 બોલમાં 20 રન બનાવ્યા જેમાં 3 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. રોહિત આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 31 રન હતો. અહીંથી શુભમન ગિલ અને વિરાટ કોહલીએ સાથે મળીને ઇનિંગની કમાન સંભાળી હતી. કોહલી અને શુભમન વચ્ચે બીજી વિકેટ માટે 69 રનની ભાગીદારી થઈ હતી. લેગ સ્પિનર અબરાર અહેમદે શુભમન ગિલને આઉટ કરીને આ ભાગીદારીનો અંત કર્યો હતો. ગિલે 52 બોલમાં 46 રન બનાવ્યા જેમાં સાત ચોગ્ગા સામેલ હતા.
ગિલના આઉટ થયા બાદ શ્રેયસ અય્યરે વિરાટ કોહલીની સાથે ચાર્જ સંભાળ્યો હતો. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 114 રનની શાનદાર સદીની ભાગીદારી થઈ હતી. આ દરમિયાન કોહલીએ 62 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. શ્રેયસ અય્યરે પણ 63 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. શ્રેયસ 56 રન બનાવીને આઉટ થયો હતો. શ્રેયસે 67 બોલની ઈનિંગમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. શ્રેયસ ઇમામ ઉલ હકના હાથે ખુશિદલ શાહના હાથે કેચ આઉટ થયો હતો. શ્રેયસ બાદ હાર્દિક પંડ્યા (8) સસ્તામાં આઉટ થયો હતો.