India vs Pakistan – ક્રિકેટ પ્રેમીઓની મજા બગાડી વરસાદે, આવતીકાલે રમાશે મેચ

By: nationgujarat
10 Sep, 2023

આજે રવિવારે ભારત અને પાકિસ્તાન મેચની મજા વરસાદ બગાડી છે. વરસાદના કારણે મેચ પૂર્ણ થઈ શકી ન હતી અને હવે મેચ રિઝર્વ ડે પર રમાશે. રિઝર્વ ડે પર, ભારત તે જ જગ્યાએથી મેચ શરૂ કરશે જ્યાં તે આજે સમાપ્ત થઈ હતી, એટલે કે, રિઝર્વ ડે પર, મેચ 24.1 ઓવરથી શરૂ થશે, આવતીકાલે પણ મેચ બપોરે 3 વાગ્યે શરૂ થવાની છે. અત્યારે કોહલી અને રાહુલ ક્રિઝ પર અણનમ છે. આ પહેલા પાકિસ્તાને ભારત સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતની શરૂઆત શાનદાર રહી હતી. રોહિત અને ગિલે અડધી સદી ફટકારી હતી. હવે બંને બેટ્સમેન આઉટ થઈ ગયા છે. બંને ટીમો વચ્ચેની મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

મેચ રિઝર્વ ડે પર બપોરે 3 વાગ્યાથી રમાશે. ભારતીય ટીમની ઇનિંગ્સ તે જ જગ્યાએથી શરૂ થશે જ્યાંથી આજે વરસાદને કારણે મેચ રોકી દેવામાં આવી હતી. આવતીકાલે સંપૂર્ણ 50 ઓવરની મેચ રમાશે.

રોહિત અને ગિલ અડધી સદી ફટકારીને આઉટ થયા
મેચ અટકી તે પહેલા પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 24.1 ઓવરમાં બે વિકેટે 147 રન બનાવી લીધા હતા. વિરાટ કોહલી 8 અને કેએલ રાહુલ 17 રન બનાવીને અણનમ છે.

શુભમન ગિલ 58 રન બનાવીને આઉટ થયો હતો. તે શાહીન શાહ આફ્રિદીની બોલિંગમાં આઉટ થયો હતો. આ પહેલા કેપ્ટન રોહિત શર્મા (56 રન) શાદાબ ખાનની બોલિંગમાં આઉટ થયો હતો.


Related Posts