એશિયા કપ IND Vs PAK વચ્ચે હાઇવોલ્ટેજ મેચ વરસાદને કારણે અટકી

By: nationgujarat
10 Sep, 2023

એશિયા કપ-2023ના સુપર-4 તબક્કાની ત્રીજી મેચ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ આર પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબોમાં રમાઈ રહી છે. જેમાં પાકિસ્તાને ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ટીમ ઈન્ડિયા તરફથી વિરાટ કોહલી અને કેએલ રાહુલ ક્રિઝ પર છે. હાલ ટીમ ઈન્ડિયા 24.1 ઓવરમાં 2 વિકેટે 147 રન બનાવ્યા છે. હાલ વરસાદના કારણે મેચ રોકાઈ છે. ગ્રાઉન્ડ સ્ટાફ કવર્સ પરથી પાણી દૂર કરવામાં લાગ્યા

કેપ્ટન રોહિત શર્મા 56 રન બનાવીને આઉટ થયો હતો. તેને શાદાબ ખાને આઉટ કર્યો હતો. તો શાહીન આફ્રિદીએ શુભમન ગિલને આઉટ કર્યો હતો. તે 58 રન બનાવીને આઉટ થયો હતો. શુભમન ગિલે વન-ડે કરિયરની આઠમી ફિફ્ટી ફટકારી હતી.

આવી રીતે પડી ટીમ ઈન્ડિયાની વિકેટ…

પહેલી: 17મી ઓવરના ચોથા બોલે શાદાબ ખાને બોલ નાખ્યો, જેને રોહિત કવર પરથી શોટ રમવા ગયો, પણ બોલ લોંગ-ઑફ સાઇડ ગયો અને ફહીમ અશરફે કેચ કર્યો હતો.

બીજી: 19મી ઓવરના પાંચમા બોલે શાહીન આફ્રિદીએ સ્લોઅર બોલ નાખ્યો, જેને ગિલે ડ્રાઇવ મારવા જતા સરખો પિક ન કરતા કવર પર ઊભેલા આગા સલમાને કેચ કર્યો હતો.

ઓપનરોએ સતત બીજી સદીની ભાગીદારી કરી
રોહિત શર્મા અને શુભમન ગિલે ભારતને ઝડપી શરૂઆત અપાવી હતી. બંનેએ પહેલા પાવરપ્લેમાં જ પચાસની ભાગીદારી કરી હતી. પાવરપ્લે બાદ રોહિત શર્માએ શાદાબ ખાન સામે 3 સિક્સ અને એક ફોર ફટકારી હતી. રોહિતે કારકિર્દીની 50મી ફિફ્ટી પૂરી કરી હતી, પરંતુ 56 રન બનાવીને શાદાબ ખાનનો શિકાર બન્યો હતો.

રોહિતની વિકેટ પડતાં જ તેની શુભમન સાથેની 121 રનની ભાગીદારી તૂટી ગઈ હતી. બંનેએ છેલ્લી મેચમાં નેપાળ સામે 147 રનની સદીની ભાગીદારી કરી હતી. રોહિત-ગિલની આ પાંચમી સદીની ભાગીદારી છે.

રોહિત બાદ શુભમન ગિલ પણ 19મી ઓવરમાં 58 રન બનાવીને આઉટ થયો હતો. તેને શાહીન આફ્રિદીએ કર્યો હતો.


Related Posts