IND vs NZ Semifinal: મેચમાં આ 5 ખિલાડીઓ પર રહેશે સૌની નજર

By: nationgujarat
14 Nov, 2023

ભારતીય ટીમ ODI વર્લ્ડ કપ 2023ના લીગ તબક્કામાં તમામ મેચો જીતીને ન્યૂઝીલેન્ડ સામે સેમિફાઇનલ રમવા માટે તૈયાર છે. જો ટીમ ઈન્ડિયા લીગ મેચોમાં અજેય રહી હોય તો પણ સેમીફાઈનલ મેચ ટીમ માટે એટલી સરળ નહીં હોય. જોકે ટીમ ઈન્ડિયા શાનદાર ફોર્મમાં છે. બંને ટીમવચ્ચે ટક્કર જોરદાર રહેશે કારણ કે એક બાજુ ભારત વર્ષ 2019નો બદલો લેવા માંગશે અને ફાઇનલની ટીકીટ લેવા ઇચ્છશે તો કિવિ પણ 2019નું પુર્નરાવર્તન કરી ફાઇનલમાં જવા ઇચ્છશે. . તો ચાલો જાણીએ કે સેમિફાઇનલમાં દરેકની નજર કયા પાંચ ખેલાડીઓ પર રહેશે.

1- વિરાટ કોહલી

ODI વર્લ્ડ કપ 2023ના લીગ સ્ટેજમાં વિરાટ કોહલી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. કોહલીએ લીગ મેચોની 9 ઇનિંગ્સમાં 99ની એવરેજથી 594 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં સેમિફાઇનલમાં પણ ભારતીય બેટ્સમેન પાસેથી આ જ ફોર્મની અપેક્ષા રાખવામાં આવે છે.

2- કેન વિલિયમસન

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન ભલે વર્લ્ડ કપ 2023માં માત્ર ત્રણ મેચ રમ્યા હોય, પરંતુ તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. બાંગ્લાદેશ સામેની તેની પ્રથમ મેચમાં, કિવી કેપ્ટને અણનમ 78* રન બનાવ્યા, બીજી મેચમાં તેણે પાકિસ્તાન સામે 95 રન બનાવ્યા અને શ્રીલંકા સામેની ત્રીજી મેચમાં તેણે 14 રન બનાવ્યા. આવી સ્થિતિમાં, ક્રિકેટ ચાહકો સેમિફાઇનલમાં તેની પાસેથી સારી ઇનિંગની અપેક્ષા રાખશે.

3- રોહિત શર્મા

ભારતીય કેપ્ટન અને ઓપનર રોહિત શર્મા ટૂર્નામેન્ટમાં ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે લીગ મેચોની 9 ઇનિંગ્સમાં 55.89ના સ્ટ્રાઇક રેટથી 503 રન બનાવ્યા છે. રોહિત શર્માની ટીમે ટૂર્નામેન્ટમાં ટીમને શાનદાર શરૂઆત અપાવવામાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં ભારતીય ચાહકો સેમિફાઇનલમાં રોહિત પાસેથી સારી ઇનિંગની આશા રાખશે.

4- રચિન રવિન્દ્ર

ન્યૂઝીલેન્ડના યુવા ઓલરાઉન્ડર રચિન રવિન્દ્રએ પોતાના પ્રથમ વર્લ્ડ કપમાં શાનદાર બેટીંગ  કરીને બધાને પ્રભાવિત કર્યા છે. રચિને ટૂર્નામેન્ટની 9 લીગ મેચોમાં 3 સદી ફટકારી છે. તે લીગ સ્ટેજ પછી ટૂર્નામેન્ટમાં ત્રીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. રચિને 9 ઇનિંગ્સમાં 70.62ની એવરેજથી 565 રન બનાવ્યા છે.

5- ટ્રેન્ટ બોલ્ટ

બધાની નજર ન્યુઝીલેન્ડના ડાબા હાથના ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ પર રહેશે કારણ કે ભારતીય બેટ્સમેનો ડાબા હાથના ઝડપી બોલરો સામે ઘણીવાર નિષ્ફળ રહ્યા છે. આવી સ્થિતિમાં તમામની નજર બોલ્ટના પ્રદર્શન પર રહેશે. બોલ્ટ  કિવિ ટીમનો મુખ્ય ફાસ્ટ બોલર છે જેની સામે ગીલ , રોહીત અને કોહલી કેવી રીતે સામનો કરશે તેના પર નજર રહેશે.

આ સિવાય પણ બંને ટીમ વચ્ચે જોરદાર ટક્કર થાય તેવી આશા છે કોણ જીતશે તે અંગે કોમેન્ટ કરજો અને શેર કરજો અહેવાલ


Related Posts

Load more