એશિયા કપમાં બાંગ્લાદેશે ભારતને હરાવ્યું,ઈન્ડિયાની 6 રને હાર

By: nationgujarat
16 Sep, 2023

એશિયા કપ-2023ની છેલ્લી સુપર-4 મેચમાં ટીમ ઈન્ડિયાને 6 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લી ઓવર સુધી રમાયેલી રોમાંચક મેચમાં ટીમને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયેલી બાંગ્લાદેશ સામે હાર મળી હતી. બાંગ્લાદેશી ટીમે 2012 બાદ આ ટુર્નામેન્ટમાં ભારત પર જીત મેળવી છે. અક્ષર પટેલની વિકેટ ભારતીય ટીમ માટે ટર્નિગ પોઇન્ટ સાબીત થઇ જો અક્ષર પટેલ આઉટ ન થયો હોત તો ટીમ જીાતી ગઇ હોત તો બીજી તરફ રોહીત અને તીલક વર્માની ખરાબ બેટીંગ પણ જવાબદાર છે.

આ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. ભારતે ટૉસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 50 ઓવરમાં 265 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 50 ઓવરમાં 259 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ટીમ ઈન્ડિયા તરફથી યુવા ઓપનર શુભમન ગિલે 121 રન બનાવ્યા હતા. છેલ્લે છેલ્લે અક્ષર પટેલે સારો પ્રયાસ કર્યો હતો, પણ તે 42 રને આઉટ થયો હતો. અક્ષર મેચમાં ટીમનો સેકન્ડ હાઇ રનસ્કોરર રહ્યો હતો. બાંગ્લાદેશ તરફથી સૌથી વધુ મુસ્તફિઝુર રહેમાને 3 વિકેટ ઝડપી હતી. મેહદી હસન અને તઝમીન હસને 2-2 વિકેટ લીધી હતી. તો શાકિબ અલ હસન અને મેહદી હસન મિરાઝને 1-1 વિકેટ મળી હતી.

Fall of wickets: 1-2 (Rohit Sharma, 0.2 ov), 2-17 (Tilak Varma, 2.4 ov), 3-74 (KL Rahul, 17.1 ov), 4-94 (Ishan Kishan, 23.3 ov), 5-139 (Suryakumar Yadav, 32.4 ov), 6-170 (Ravindra Jadeja, 37.4 ov), 7-209 (Shubman Gill, 43.4 ov), 8-249 (Shardul Thakur, 48.1 ov), 9-254 (Axar Patel, 48.4 ov), 10-259 (Mohammed Shami, 49.5 ov)

ગિલે તેની પાંચમી સદી ફટકારી, એશિયા કપની પહેલી
ઓપનર શુભમન ગિલે તેની વન-ડે કારકિર્દીની પાંચમી સદી ફટકારી હતી. તેણે એશિયા કપમાં પોતાની પ્રથમ સદી પૂરી કરી હતી. આ વર્ષે ગિલની આ ચોથી સદી છે. ગિલે 90.97ની સ્ટ્રાઈક રેટથી 133 બોલમાં 121 રન બનાવ્યા હતા.

ગિલ-રાહુલની 57 રનની ભાગીદારી
શુભમન ગિલ અને કેએલ રાહુલે 17 રનમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ ભારતની કમાન સંભાળી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 87 બોલમાં 57 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી મેહદી હસને રાહુલને આઉટ કરીને તોડી હતી.

પાવરપ્લેઃ ભારતને 2 ઝટકા લાગ્યા
266 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ પહેલી જ ઓવરમાં રોહિત શર્માની વિકેટ ગુમાવી દીધી હતી. તિલક વર્મા પણ ત્રીજી ઓવરમાં 5 રન બનાવીને બોલ્ડ થયો હતો. બંનેને નવોદિત તનઝીમ હસને આઉટ કર્યા હતા. શુભમન ગિલ અને કેએલ રાહુલે 17 રનમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ ભારતની કમાન સંભાળી હતી. બંનેએ પાવરપ્લેમાં ટીમની વધુ કોઈ વિકેટ પડવા દીધી ન હતી અને સ્કોર 42 રન સુધી લઈ ગયા હતા.


Related Posts

Load more