ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થઈ હતી. આજે (7મી ડિસેમ્બર) મેચનો બીજો દિવસ છે. ભારતીય ટીમ આ ગુલાબી બોલ ટેસ્ટના પ્રથમ દાવમાં 180 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આજે બીજા દિવસની શરૂઆતમા ભારતને 2 વિકેટ મળી છે અને બંને વિકેટ બુમરાહએ લઇ આપી છે આ સિવાય સિરાજ , અશ્વીન, રાણા, નીતિશ પણ વિકેટ માટ પ્રયાસ કરી રહ્યા છે હાલ ક્રીઝ પર મારનુસ અને હેડ રમી રહ્યા છે. આ બંને બેટરે 57 રનની ભાગીદારી કરી દીધી છે. બીજી તરફ ટીમ ઇન્ડિયામાથી ફકત બુમરાહને ત્રણ વિકેટ મળી છે બુમરાહે 15 ઓવરમા 5 મેડર સાથે 23 રન આપી 3 વિકેટ ઝડપી છે જો આ મેચમા બુમરાહ ન હોત તો હજી ભારતીય ટીમને એકય વિકેટ મળી જ નહોત.
જો કે, જો ભારતીય ટીમ આ મેચમાં પકડ મજબૂત કરવા માંગે છે તો ઓસ્ટ્રેલિયાની વિકેટ લેવી પડશે, કારણ કે જો આજે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો સેટલ થઈ જશે તો ભારતીય ટીમ ટેસ્ટ મેચમાં પાછળ રહી શકે છે. જસપ્રીત બુમરાહના નેતૃત્વમાં બોલરોએ શાનદાર પ્રદર્શન કરવું પડશે.