ICC Champions Trophy Semi Final: દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની સેમિફાઈનલમાં ભારતની ભવ્ય જીત થઈ છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવી ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. આજની મેચમાં વિરાટ કોહલી, કે.એલ.રાહુલ અને હાર્દિક પંડ્યાની ધમાકેદાર બેટીંગ અને શમીની શાનદાર બોલિંગથી ભારતને ભવ્ય જીત મળી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 264 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં ભારતે છ વિકેટ ગુમાવીને ટાર્ગેટ પાર પાડ્યો છે. હવે આવતીકાલે (5 માર્ચ) ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી સેમિફાઈનલ રમાશે. આ મેચમાં જીતનારી ટીમ સામે ભારત 9મી માર્ચે ફાઈનલ રમશે. જો કે, રોહિતની કૅપ્ટનશીપ હેઠળ આ ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાએ અત્યારસુધીની તમામ મેચ જીતી છે.
ભારતે લીધો બદલો
વર્ષ 2023માં વનડે વર્લ્ડકપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને મ્હાત આપી હતી. એવામાં આજે ભારતીય ટીમે ભવ્ય જીત મેળવીને ઓસ્ટ્રેલિયાનો બદલો લીધો છે.