IND VS AFG – અફઘાનિસ્તાન 77-3, 17 ઓવર

By: nationgujarat
11 Oct, 2023

ભારત અને અફઘાનિસ્તાન ICC ક્રિકેટ વર્લ્ડ કપની 9 નંબરની મેચમાં રમાઇ રહી છે. આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો . આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં છે. ભારતીય ટીમે વર્લ્ડ કપની ઓપનિંગ મેચ જીતી હતી. જ્યારે અફઘાનિસ્તાનનો પરાજય થયો હતો.

જો કે બંને ટીમો ODIમાં ત્રણ વખત સામસામે આવી ચુકી છે, પરંતુ ભારત બે વખત જીત્યું છે અને એક મેચ ટાઈ રહી છે. આ સિવાય, 22 જૂન 2019 ના રોજ સાઉથમ્પટનમાં વર્લ્ડ કપમાં બંને ટીમો માત્ર એક જ વાર સામસામે આવી હતી. જ્યાં મોહમ્મદ શમીની હેટ્રિકના કારણે ભારત 11 રનથી જીતવામાં સફળ રહ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ વર્લ્ડ કપ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી હતી. હવે તેની આગામી મેચ 14 ઓક્ટોબરે પાકિસ્તાન સામે થશે. આ મેચમાં અશ્વિનની જગ્યા શાર્દુલ ઠાકુરને રમાડવામાં આવ્યો છે.

ભારતે એક રિવ્યુ ગુમાવ્યો- 3.4 ઓવરમાં શિરાજના બોલમાં એલબી ડબલ્યુનો રિવ્યુ ભારતે ગુમાવી દીધો. અફઘાનિસ્તાનનો સ્કોર 4 ઓવરમાં 18 રન

ભારત (પ્લેઈંગ ઈલેવન): રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

આવી રીતે પડી અફઘાનિસ્તાનની વિકેટ…

પહેલી: સાતમી ઓવરના ચોથા બોલે જસપ્રીત બુમરાહે ઑફ સ્ટમ્પની બહાર ગુડ લેન્થમાં બોલ નાખ્યો, જેને ઈબ્રાહીમ ઝદરન ડિફેન્ડ કરવા ગયો, પણ બોલ થોડો સ્વિંગ થયો અને એડ્જ વાગતા વિકેટકીપર કેએલ રાહુલે કેચ કર્યો હતો.

બીજી: 13મી ઓવરના ચોથા બોલે હાર્દિક પંડ્યાએ બાઉન્સર નાખ્યો, જેમાં રહેમાનુલ્લાહ ગુરબાઝ ફાઇન લેગ પર હુક શોટ રમ્યો, તે શોટમાં કન્ટ્રોલ ના હોવાથી બાઉન્ડરી પર ઊભેલા શાર્દૂલ ઠાકુરે કેચ કરી લીધો હતો.

ત્રીજી: 14મી ઓવરના પહેલાં બોલે સ્ટમ્પમાં બોલ નાખ્યો, જેને રહમત શાહ ડ્રાઇ મારવા ગયો, પણ મિસ થઈ જતા LBW આઉટ થયો હતો.


Related Posts

Load more