શ્રીલંકા સામે ઝિમ્બાબ્વની ટીમે અંતિમ ઓવરમાં ઐતિહાસીક જીત મેળવી સૌને ચૌકાવી દીધા

By: nationgujarat
17 Jan, 2024

ક્રિકેટની પીચ પર ઝિમ્બાબ્વેની ટીમ માટે છેલ્લા કેટલાક દિવસો સારા ન હતા. પરંતુ, હવે તેઓ તેમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કંઈક એવું કર્યું છે જે પહેલા ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જ કરી શક્યું હતું. શ્રીલંકા સામેની T20 શ્રેણીમાં કોલંબોમાં રમાયેલી બીજી T20 મેચમાં ઝિમ્બાબ્વેની ટીમે છેલ્લી ઓવરમાં 20 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ઝિમ્બાવે તરફથી ક્રેગ એરવાઇને સૌથી વધુ 70 રન કર્યા, એરવીન અને બેનીટ વચ્ચે 74 રનની મહત્વની ભાગીદારી થઇ.

ઝિમ્બાબ્વેએ શ્રીલંકાને તેના જ હોમગ્રાઉન્ડમાં હરાવ્યું

ગયા વર્ષે ODI વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવાથી ચૂકી ગયેલી ઝિમ્બાબ્વેની ટીમે શ્રીલંકાને તેના જ હોમગ્રાઉન્ડમાં હરાવ્યું છે. આ T20 ફોર્મેટની મેચ છે પરંતુ અહીંની જીત ઝિમ્બાબ્વેની ટીમ માટે બૂસ્ટર ડોઝ સમાન છે. તેમણે અહીં જે કર્યું છે તે T20 ઈન્ટરનેશનલમાં ત્રીજી વખત થયું છે અને તે પણ છેલ્લા 50 દિવસમાં.

50 દિવસમાં ત્રીજી વખત આવું બન્યું

હવે તમે વિચારતા હશો કે ઝિમ્બાબ્વેએ શ્રીલંકા સામે શું કર્યું જે 50 દિવસમાં ત્રણ વખત બન્યું અને T20 ઈન્ટરનેશનલમાં અગાઉ જોવા મળ્યું ન હતું. તો આ બાબત ઝિમ્બાબ્વે દ્વારા છેલ્લી ઓવરમાં કરેલા રન ચેઝ સાથે સંબંધિત છે. વાસ્તવમાં T20 ઈન્ટરનેશનલમાં અત્યાર સુધી માત્ર ત્રણ વખત છેલ્લી ઓવરમાં 20 કે તેથી વધુ રનનો ટાર્ગેટ હાંસલ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ ત્રણેય રન ચેઝ 50 દિવસની અંદર જ થયા છે.

ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ બાદ ઝિમ્બાબ્વેએ કર્યો કમાલ

ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાએ ગુવાહાટીમાં T20 મેચમાં ભારત સામે છેલ્લી ઓવરમાં 21 રનનો સફળતાપૂર્વક પીછો કર્યો હતો. આ સિવાય ઈંગ્લેન્ડે છેલ્લી ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 21 રનનો સફળતાપૂર્વક પીછો કર્યો હતો. હવે 16 જાન્યુઆરી 2024ના રોજ કોલંબોમાં શ્રીલંકા સામે રમાયેલી મેચમાં ઝિમ્બાબ્વેએ છેલ્લી ઓવરમાં 20 રનનો પીછો કર્યો હતો.

છેલ્લી ઓવરમાં ઝિમ્બાબ્વેનો રન ચેઝ

તેમના રન ચેઝમાં ઝિમ્બાબ્વેએ પહેલા જ બોલ પર 7 રન બનાવ્યા હતા અને તે રીતે ઝિમ્બાબ્વેના બેટ્સમેન લ્યુક જોંગવેએ એન્જેલો મેથ્યુઝના નો બોલ પર સિક્સર ફટકારી હતી. જે પછી, તેણે આગલી બોલ પર સિક્સર અને બીજા બોલ પર સિક્સર ફટકારી. હવે પછીના 4 બોલમાં 3 રનની જરૂર હતી. ઓવરના ત્રીજા બોલ પર કોઈ રન ન આવ્યો. ચોથા બોલ પર સિંગલ આવ્યો અને પછી પાંચમાં બોલ પર ઝિમ્બાબ્વેના બેટ્સમેન મંડાનેએ સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી. આ જીત સાથે ઝિમ્બાબ્વેએ શ્રીલંકા સામેના 174 રનના ટાર્ગેટનો રોમાંચક રીતે પીછો કરીને સિરીઝ બરાબરી કરી લીધી હતી.

શ્રીલંકા Fall of wickets: 1-1 (Pathum Nissanka, 1.3 ov), 2-1 (Kusal Perera, 1.4 ov), 3-20 (Kusal Mendis, 3.4 ov), 4-27 (Sadeera Samarawickrama, 4.4 ov), 5-145 (Charith Asalanka, 17.5 ov), 6-160 (Dasun Shanaka, 18.6 ov)

ઝીમ્બાવે ની બેટીંગ – Fall of wickets: 1-22 (Tinashe Kamunhukamwe, 3.4 ov), 2-96 (Brian Bennett, 12.3 ov), 3-105 (Sikandar Raza, 13.3 ov), 4-112 (Sean Williams, 14.3 ov), 5-131 (Craig Ervine, 16.5 ov), 6-143 (Ryan Burl, 17.4 ov)


Related Posts

Load more