ઓગસ્ટમાં થઇ રહ્યા છે પાંચ મોટા ફેરફાર

By: nationgujarat
27 Jul, 2023

ઑગસ્ટ મહિનામાં પૈસા સંબંધિત ઘણા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. આ તમારી બચત અને રોકાણોને અસર કરી શકે છે. અહીં આવા પાંચ ફેરફારો વિશે માહિતી આપવામાં આવી છે, જેમાં ખાસ ફિક્સ્ડ ડિપોઝિટ, ITR ફાઇલિંગ અને ક્રેડિટ કાર્ડ સંબંધિત બાબતોનો સમાવેશ થાય છે. તમારે તેમના વિશે જાણવું જોઈએ

ક્રેડિટ કાર્ડ નિયમો

જો તમે એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી કરો છો તો હવે તમને કેટલાક કેશબેક અને ઇન્સેટિવ પોઇન્ટ ઓછા મળશે. ખાનગી ક્ષેત્રની આ બેન્કે તેમાં 12 ઓગસ્ટ 2023 સુધીનો ઘટાડો કર્યો છે. બેન્કની વેબસાઈટ મુજબ, 12 ઓગસ્ટ, 2023 થી તમે ફ્લિપકાર્ટ પર મુસાફરી સંબંધિત ખર્ચની ચૂકવણી કરવા માટે તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા પર 1.5 ટકા કેશબેક માટે પાત્ર બનશો.

SBI અમૃત કળશ

SBIની સ્પેશિયલ એફડી સ્કીમ અમૃત કળશમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ છે. આ 400-દિવસની ટર્મ ડિપોઝિટ સ્કીમ છે, જેનો વ્યાજ દર નિયમિત ગ્રાહકો માટે 7.1 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 7.6 ટકા હશે. આ વિશેષ FD હેઠળ સમય પહેલા ઉપાડ અને લોનની સુવિધા પણ મેળવી શકાય છે.

ઇન્ડિયન બેન્ક IND SUPER 400 દિવસની સ્પેશ્યલ FD

ઇન્ડિયન બેન્ક દ્વારા ખાસ FD રજૂ કરવામાં આવી છે, જેનું નામ “IND SUPER 400 DAYS” છે. આ 400-દિવસની ફિક્સ ડિપોઝિટ સ્કીમ હેઠળ 10,000 રૂપિયાથી 2 કરોડ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. તેમાં રોકાણ કરવાની છેલ્લી તક 31 ઓગસ્ટ 2023 છે. 400-દિવસની વિશેષ FD હેઠળ સામાન્ય લોકોને 7.25% અને વરિષ્ઠ નાગરિકોને 7.75% વ્યાજ આપવામાં આવે છે.

ઇન્ડિયન બેન્કની 300-દિવસની FD પણ છે જેના હેઠળ 5 હજારથી 2 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે અને તેમાં રોકાણ કરવાની છેલ્લી સમય 31 ઓગસ્ટ છે. તે સામાન્ય લોકોને 7.05 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.55 ટકા વ્યાજ આપે છે.

આવકવેરા રિટર્ન ફાઇલિંગ

જો તમે 31મી જુલાઈ સુધી ITR ફાઈલ નથી કર્યું તો તમારે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા પર પેનલ્ટી ભરવી પડશે. 5 હજાર રૂપિયાનો આ દંડ 1 ઓગસ્ટ 2023થી લાગુ થશે. જો તમે અંતિમ તારીખ સુધીમાં તમારું ITR ફાઇલ કરવામાં નિષ્ફળ થશો તો તમારી પાસે રિટર્ન ફાઇલ કરવા માટે 31 ડિસેમ્બર, 2023 સુધીનો સમય છે. 31 જુલાઈ પછી ITR ફાઈલ કરવા પર ઈન્કમ ટેક્સ એક્ટ 1961ની કલમ 234F હેઠળ 5,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. જો કે, જેમની વાર્ષિક આવક પાંચ લાખથી ઓછી છે, તેમણે 1000 રૂપિયા જમા કરાવવા પડશે.

IDFC બેન્ક FD

IDFC બેન્કે 375 દિવસ અને 444 દિવસ માટે અમૃત મહોત્સવ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે, જેમાં રોકાણ કરવાની છેલ્લી તક 15 ઓગસ્ટ છે. 375 દિવસની FD પર મહત્તમ વ્યાજ 7.60 ટકા છે. 444 દિવસની FD પર મહત્તમ વ્યાજ 7.75 ટકા છે.

બેન્કમાં રજાઓ

જો તમારી પાસે બેન્કને લગતું કોઈ કામ હોય જે બ્રાન્ચમાં ગયા વિના પૂરું ન થાય તો તેને જલદી પતાવી લો, કારણ કે ઓગસ્ટમાં બેન્કો કુલ 14 દિવસ માટે બંધ રહેવાની છે


Related Posts

Load more