શું તમે જાણો છો સાબુદાણા કેવી રીતે બને છે ? કેવો છે ઇતિહાસ

By: nationgujarat
21 Aug, 2023

ઉપવાસ દરમિયાન મોટા ભાગના લોકો સાબુદાણા ખાતા હોય છે. સાબુદાણામાંથી ખીચડીથી લઈને પાપડ સુધીની અનેક વાનગીઓ બને છે. લગભગ સાબુદાણા બધાના ફેવરિટ હોય છે. બીજા ખેત પાકોની જેમ સાબુદાણા ખેતરમાં થતાં નથી તો તમને સવાલ થતો હશે કે જો આ સાબુદાણા ખેતરમાં નથી થતાં તો આ થાય છે ક્યા? તો ચાલો આજે જાણીએ કે આ ફરાળી સાબુદાણા આવે છે ક્યાથી…..અને તેને કેમ બનાવવામાં આવે છે.· એક ઝાડ હોય છે, સાગો. આ ઝાડના મૂળીયામાંથી નીકળતા ગુંદર જેવા પદાર્થમાંથી સાબુદાણા તૈયાર કરવામાં આવે છે. ભારતમાં તેને કસાવા કે કસાવા સ્ટાર તરીકે ઓળખવામાં આવે છે જ્યારે, કેરળના લોકો આ ઝાડને ‘કપ્પા’ કહે છે.

· મજાની વાત એ છે કે, ભલે તેનું કનેક્શન દક્ષિણ ભારત સાથે હોય પણ સાબુદાણા સૌથી વધુ ઉત્તર ભાગમાં ખવાય છે. ફરાળમાં બહુ ઓછી ખવાતી વસ્તુઓમાંથી સાબુદાણા એક છે પણ કોઈ સાબુદાણા બનવા પાછળનું કારણ જાણવાની કોશિશ નથી કરતું. સાબુદાણા છે તો શાકાહારી પણ તેને બનાવવામાં લોચો થઈ જાય છે. આંબા પર કેરી ઉગે અને તેને તોડી ખાઈ લો એટલું સરળ સાબુદાણાની રીત નથી.· સાબુદાણા બનાવવા માટે થડને કાપીને ફેક્ટરી સુધી લઈ જવાય છે, મોટા ભાગે તેને તામિલનાડુ, કેરળ, કર્ણાટકની ફેક્ટરીઓમાં પહોંચાડવામાં આવે છે. અહીં થડને છોડીને તેમાં મુખ્ય વસ્તુને બહાર કાઢવામાં આવે છે.· ઘસવા કાપવાની લાંબી પ્રક્રિયા પછી નીકળેલા પદાર્થને મોટી પાણી ભરેલી ટેંકોમાં રાખવામાં આવે છે.· અહીં થડમાંથી નીકળેલો માવો પડી રહે છે, સડે છે અને તેમાં કીડા પડે છે. સડવાના કારણે તેમાં પડનારા કિડા જ સાબુદાણાને સ્વાદિષ્ટ બનાવે છે, લાંબો સમય સુધી થડમાંથી નીકળેલા પદાર્થને ખૂલી ટેંકોમાં રખાય છે અને ત્યાં પડ્યા-પડ્યા ઘન પદાર્થ જેવું સ્વરુપ ધારણ કરી લે છે, આ પછી તેને ખાસ મશીનોમાં નાખીને દાણાદાર બનાવાય છે.

સાબુદાણાનો ઇતિહાસ

ધ બેટર ઈન્ડિયાના અહેવાલ મુજબ, સાબુદાણા ટેપીઓકા અથવા કસાવાના મૂળમાંથી બનાવવામાં આવે છે. તેને સાફ કરીને મૂળનો ભૂકો કરવામાં આવે છે. આમાંથી દૂધ જેવું પ્રવાહી બહાર આવે છે. જ્યારે પદાર્થમાંથી બધી ગંદકી દૂર કરવામાં આવે છે, પછી તે ઘટ્ટ બને છે અને મશીનની મદદથી તેને ગોળ બનાવવામાં આવે છે. આ પછી તેને બાફવામાં આવે છે, શેકવામાં આવે છે અને સૂકવવામાં આવે છે. કેટલાક વધુ પગલાઓ પછી, તે સાબુદાણા બની જાય છે જે આપણે ખાઈએ છીએ.

ટેપીઓકાના મૂળ બ્રાઝિલમાં જોવા મળે છે. સીએન ટ્રાવેલરના અહેવાલ મુજબ, ચીનમાં હજારો વર્ષોથી તેનો ઉપયોગ ખોરાકમાં થતો હતો. પરંતુ તેનો ઉપયોગ સૌપ્રથમ કેરળમાં શરૂ થયો હતો. ઉપયોગની શરૂઆતનો ઇતિહાસ પણ તદ્દન અનન્ય છે. બન્યું એવું કે વર્ષ 1800માં ત્રાવણકોર રાજ્યમાં ભૂખમરો ફેલાઈ ગયો, જેના કારણે લોકો જીવ ગુમાવવા લાગ્યા. આ કારણે રાજા અયિલ્યમ થિરુનલ રામ વર્મા અને તેમના નાના ભાઈ વિસાખમ થિરુનલ મહારાજા ખૂબ જ ચિંતિત હતા. વિસાખમ એક વનસ્પતિશાસ્ત્રી હતા અને તેમને તેમના અનુભવ પરથી જાણવા મળ્યું કે ટેપિયોકા દ્વારા ભૂખમરો ઘટાડી શકાય છે.


Related Posts