અમદાવાદમાં સમી સાંજે કડાકાભડાકા સાથે ભારે વરસાદ,

By: nationgujarat
07 Jul, 2023

શુક્રવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે સતત બીજા શુક્રવારે પણ અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના જમાલપુર, સાબરમતી રિવરફ્રન્ટ, નરોડા, ઓઢવ, સીટીએમ, વસ્ત્રાલ, મણિનગર, ઇસનપુર, ગીતા મંદિર, પાલડી, વાસણા, આશ્રમ રોડ, એલિસબ્રિજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

મણિનગર, નિકોલ, વિરાટનગર, સરખેજ, વેજલપુર, જુહાપુરા સહિતના વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. દરમિયાન મક્તમપુરા, જમાલપુર, ખમાસા પણ એક ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. U 20ના મેયર મીટ્સમાં આવેલા વિદેશી ડેલિગેટસ સાબરમતી રિવરફ્રન્ટના અટલ ફૂટ ઓવરબ્રિજ ખાતે પહોંચતા ધોધમાર વરસાદ પડ્યો છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં નોકરી કરતો વર્ગ પોતાના ઘરે તરફ વળ્યો હતો. તેવા સમયે જ સાંજે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરના બંને ભાગો પૂર્વ અને પશ્ચિમમાં સાંજ બાદ ગાજવીજ સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. કડાકાભડાકા સાથે શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે લોકો ઘરે જઈ રહ્યા હતા ત્યારે ભારે વરસાદથી લોકો વચ્ચે અટવાયા હતા.


Related Posts