શિયાળાની રૂતુમાં ઘી-ગોળ રોગપ્રતિકારક શક્તિ વઘારે છે.

By: nationgujarat
08 Jan, 2024

ગોળ ખાવાથી ઘણા ફાયદા થાય છે અને તેમાય શિયાળની સિઝનમાં ગોળ ખાવાથી ઘણા ફાયદા વઘી જાય છે. શરિરમાં ઘુંટણ અને સાંધામા થતા દુખાવો થવાની ફરિયાદો ઘણા કરતા હોય છે પણ જો શિયાળામાં સવાર અને સાંજે ગોળનો નાનો ટુકડો ખાવાથી રાહત મળે છે. ગોળ ખાવાથી ત્વચા પણ સારી રહે છે. શિયાળામાં ગોળ ખાવાથી સૌથી વધુ ફાયદો ફેફસાને મળે છે.

ગોળ ફેફસાને સ્વસ્થ્ય અને સાફ રાખે છે.

ગોળ અનેક રીતે ગુણકારી છે અને ફેફસાને સાફ કરવા  તે વૈજ્ઞાનિક રીતે સૌથી અસરકારક  ખાદ્ય પદાર્થ છે. શહેરોમાં અત્યારે હવાની ગુણવતા ખૂબ જ ખરાબ છે. હવામાં પ્રદુષણના સુક્ષ્મ કણો ફેફસાને નુકશાન કરતા હોય છે. ધૂણમાં રહેલા સુક્ષ્મ કણો ફેફસાને નુકાશન કરે છે. જો તે ને દુર કરવામાં ન આવે તો ફેફસામાં નુકસાન થાય છે ઘણી બિમારીઓ આવે છે. શિયાળામાં ગોળ નિયમીત ખાવાથી ફેફસાની સફાઇમાં મદદ મળે છે. ગોળના કાર્બન કળોને એક જગ્યાથી દુર કરવાની અદભૂત ક્ષમતા હોય છે. ધૂળ,માટી અને વિવિધ સુક્ષ્મ કણો આપણા ફેફસાના વાયુના કોષમાં તેની જગ્યા બનાવે છે ત્યારે શ્વાસનળીનો સોજો, અસ્થમા તેમજ શ્વસન તંત્રને લગતી અન્ય વિકૃતિઓ  અને ગણામાં દુખાવાનું કારણ બને છે. આ તમામ પ્રકારની સમસ્યાને દુર કરવામાં ગોળ ખૂબ જ મદદ કરે છે. ગોળ શરિરમાં રોગ પ્રતિકારક શક્તિ વઘારે છે. શિયાળામાં ઠંડા હવામાનને કારણે અપચાની સમસ્યા જોવા મળે છે. ગોળ ખાવાથી આપણુ શરિર ગરમ રહે છે જેથી પાચનક્રિયા સુઘરે છે.

જો કોઇને સુગરની સમસ્યા હોય તો ડોકટરની સલાહ વગર ગોળ ન ખાવો જોઇએ કારણ કે સામાન્ય રીતે એવુ કહેવામાં આવે છે કે ગોળ ખાવાથી સુગર વધી જાય છે.

ઘી સાથે ગોળ

જો તમે ઘી સાથે ગોળને મીક્સ કરીને જમો છો તો તે સુપરફુડ માનવામાં આવે છે. ઘી અને ગોળ શરિરમાં અલગ અલગ રીતે ઉપયોગી થાય છે. ઘી અને ગોળ શિયાળામાં જમો ત્યારે તે કુદરતી સુપરફુડ માનવામાં આવે છે. ઘીમાં ચરબી,વિટામીન ડી  અને એ ,કેલ્શિયમ અને અન્ય મિનરલ્સ પણ હોય છે.

ગોળ ખાવાથી પાચન થાય – શિયાળામાં ગોળ ખાવાથી ફુડ જલ્દી પચી જાય છે કારણ કે તેમાં લૈક્સેટિવ ગુણ હોય છે જે આપણુ પાચન સુઘારે છે. ગોળમાં સારી માત્રમાં ફાઇબર જોવા મળે છે. કબજિયાતની સમસ્યા દુર થાય છે.

ઘીમાં એન્ટીઓક્સિડના ગુણ હોય છે. ઘી અને ગોળનું મિશ્રણ શરિરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.

નોંધ – આ લેખ સામાન્ય જાણકારી માટે છે આનો ઉપયોગ કરવા તબીબી સલાહ ચોક્કસ લો


Related Posts

Load more