અમદાવાદના નિકોલ ખાતે શ્રી કષ્ટભંજનદેવ સમિતી અમદાવાદ-ગાંઘીનગર આયોજીત શ્રી હનુમાન ચાલીસા યુવા કથા નો પ્રારંભ થયો છે નિકોલ ખોડલઘામ ગ્રાઉન્ડ ખાતે પૂ.શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની કથાનો લાભ લેવા ગાંઘીનગર-અમદવાના શ્રોતાઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કથામાં સરાગપુર મંદિરના કોઠારીશ્રી પૂ. વિવેકસ્વીમી , પૂ. શ્રી જગતસ્વામી સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી હિતેષભાઇ,કિરિટભાઇ,હસુભાઇ,ભરતભાઇ પ્રજાપતિ, નિલેશભાઇ સહિતા ઘણા ભકતોએ કથાનું આયોજન અમદાવાદના નિકોલ ખાતે યજમાન સ્થાન લીધુ છે. આ કથા 29 ડિસેમ્બર થી 4 જાન્યુઆરીના રોજ સાંજે 8 થી 11 કલાક સુધી લાભ લઇ શકાશે.
પૂ.શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ શ્રોતાઓને કથાનો લાભ આપતા જણાવ્યું કે, હનુમાન દાદાએ જે રેકોર્ડ સર્જ્યો છે તેને આજ દિન સુધી કોઇ તોડી શક્યુ નથી. હનુમાન દાદા જે પણ કાર્ય કરે છે તે અલગ રીતે કરે છે કોઇએ પણ વિચાર્યુ ન હોય તે રીતે કામ પાર પાડે છે. રાવણને 10 માથા હતા તો વિચારો કે કેટલો હોશિયાર હશે… તેણે દાદાની પુછ પર આંગ ચાપવાનું કૃત્ય કરાવ્યું અને દાદાએ જે રીતે કુદકો માર્યો પછી તો રાવણને પણ લાગ્યુ કે આ કામ ખોટુ થઇ ગયું. હનુમાન દાદા જેવુ તપ પણ કોઇ ન કરી શકીયે. હનુમાન દાદા જેવો કોઇ બીજો ભગત બન્યા નથી. હનમાના દાદાની કથા સાંભળવાથી કેટલાય લોકોના જીનવ પરિવર્તન થયા છે.
શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ વુધુમાં જણાવ્યું કે, પરમાત્માની સાથે તમે જોડાઇને કામ કરશો તો તમે તમારુ શ્રેષ્ઠ કામ ચોકક્સ કરી શકો છો. હમણા દ્વારકાની અંદર હજારો આહીરાણીઓને વંદન કરુ છું કે તેમણે એક સાથે મળી ઠાકોરજીનો રાસ લીધો અને વિશ્વ રેકોર્ડ સર્જયો છે. આ ગુજરાતથી જ થાય બીજા થી ન થાય. આપણા ભારત, આપણો સમાજ આપણો ધર્મ હિન્દુ સમાજ સનાતન ધર્મ નો દુનિયામાં ડંકો વાગે છે. સાત દિવસ હનુમાન દાદાને પ્રર્થાન કરજો કે હે મહારાજ અમે તમારી જેવી છલાંગ ન મારી શકીએ પણ ઠાકોર જી નાની મોટી તકલીફમાં હારી ન જાય તેટલી હિમંત આપજો.
આ કથા nationgujarat.com પરથી લાઇવ જોડી શકશો અને યુટ્યુબ ચેનલ nationgujarat પરથી પણ કથાનો લાભ લઇ શકશો.