સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપ 2023ની ફાઈનલ પહેલા ભારતીય ટીમ માટે એક ખાસ વીડિયો મેસેજ શેર કર્યો છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ રવિવારે (19 નવેમ્બર) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. હાર્દિક પંડ્યા પગની ઈજાના કારણે વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગયો હતો. તે સેમિફાઈનલમાં રમવાની આશા હતી પરંતુ તેની ઈજાને સાજા થવામાં વધુ સમય લાગ્યો, જેના કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો.
હાર્દિક પંડ્યાએ 2023ની ફાઈનલ પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. હાર્દિકે કહ્યું છે કે તેને ટીમ પર ગર્વ છે અને ટીમ માત્ર એક જીત દૂર છે.
વીડિયો શેર કરતી વખતે હાર્દિક પંડ્યાએ લખ્યું કે, “હું આ ટીમ પર વધુ ગર્વ કરુ છું.” અમે અત્યાર સુધી જે કર્યું છે તે છેલ્લા કેટલાક વર્ષોની મહેનતનું પરિણામ છે. આપણે બાળપણથી જે ક્ષણનું સપનું જોયું છે તેનાથી આપણે માત્ર એક ડગલું દૂર છીએ.
તેણે વધુમાં કહ્યું, “કપ માત્ર આપણા માટે નહીં પરંતુ કરોડો લોકો માટે ઉપાડવો પડશે. હું હંમેશા મારા પૂરા હૃદયથી તમારી સાથે છું. હવે ટ્રોફી ઘરે લાવો. જય હિંદ.”
????????❤️ pic.twitter.com/wvo9c5MUpn
— hardik pandya (@hardikpandya7) November 18, 2023
ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023માં સતત 10 મેચ જીતી છે. ભારતે અગાઉ ગ્રુપ સ્ટેજમાં ઓસ્ટ્રેલિયા સામે મેચ રમી હતી જેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમ સતત બે મેચ હારી ગઈ હતી પરંતુ આ પછી ટીમે સતત આઠ મેચ જીતીને ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. ઓસ્ટ્રેલિયાએ સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું જ્યારે ભારતે ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું.