Hanuman Jayanti 2023: હનુમાન દાદાને તેલ ચઠાવો અને ચાલીસા વાંચો શનિ દોષ દુર થશે અને થશે કૃપા

By: nationgujarat
10 Nov, 2023

આવતીકાલે એટલે કે 11મી નવેમ્બરે હનુમાન જયંતિ ઉજવવામાં આવશે. જ્યારે ચૌદ વર્ષના વનવાસમાંથી ભગવાન રામના અયોધ્યા શહેરમાં પાછા ફરવાની ઉજવણી કરવા માટે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે, ત્યારે તેમના સર્વોચ્ચ સેવક હનુમાનજીની જન્મજયંતિ પણ એક દિવસ અગાઉ એટલે કે છોટી દિવાળીના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે નરક ચતુર્દશી પણ ઉજવવામાં આવે છે.

હનુમાન જયંતિ વર્ષમાં બે વાર આવે છે
હનુમાન જયંતિ વર્ષમાં બે વાર આવે છે. એક ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ અને બીજી કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ. પહાણી હનુમાન જયંતિ એટલા માટે ઉજવવામાં આવે છે કારણ કે તે દિવસે માતા અંજનીના ગર્ભમાંથી હનુમાનજીનો જન્મ થયો હતો. બીજી તરફ, હનુમાન જયંતિ દિવાળીના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે કારણ કે આ દિવસે માતા સીતાએ હનુમાનજીના સમર્પણ અને ભક્તિને જોઈને તેમને અમરત્વનું વરદાન આપ્યું હતું. એટલા માટે હનુમાન જયંતિ વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે.

આ દિવસે, ભક્તો સિંદૂર અથવા લાલ વસ્ત્રો, ફૂલોની માળા, ગુલાબ, લાડુ, હલવો અને કેળા અર્પણ કરીને ભગવાન હનુમાનની પૂજા કરે છે. આ દિવસે અનેક શોભાયાત્રાઓ અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં હનુમાન જયંતિનું ખૂબ મહત્વ છે. આ દિવસ શનિવાર આવતા હોવાથી તેનું મહત્વ વધુ વધી ગયું છે. આ દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાથી વ્યક્તિને જીવનમાં મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે અને સુખ-શાંતિની પ્રાપ્તિ થાય છે.

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિની અશુભ અસર હોય તો તે આ દિવસે ભગવાન હનુમાનની વિધિવત પૂજા કરવાથી તેમાંથી મુક્તિ મળે છે. શનિદેવ દોષ અથવા શનિ સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે આ દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે બજરંગબલીની પૂજા કરવાથી નકારાત્મક ઉર્જા અને ભૂત-પ્રેત જેવી સમસ્યાઓથી મુક્તિ મળે છે. આ દિવસે હનુમાન ચાલીસા અને બજરંગ બાણનો પાઠ અવશ્ય કરવો.

 


Related Posts

Load more