હનુમાન દાદાથી મોટો કોઇ મોટીવેશનલ ન હોઇ શકે. – પૂ.હરિપ્રકાશદાસજી સ્વામી

By: nationgujarat
02 Jan, 2024

અમદાવાના નિકોલ ખાતે શ્રી હનુમાન ચાલીસા યુવા કથા ના ચોથા દિવસે પૂ.હરિપ્રકાશદાસજી સ્વામીએ કથાનો લાભ આપતા શ્રોતાઓને જણાવ્યું કે, જીવનમાં હમેંશા આનંદમાં રહેવું જોઇએ. તમે ગમે તેટલા મોટા ઓફિસર હો કે ગમે તેવી મોટી કંપનીમાં કામ કરતા હો પણ જો જમવા સમયે જમવાનો આનંદ, સુવા જાવ તો સુઇ ન શકો, કોઇ તમારી સાથે વાત કરે તો વાત સાંભળી ન શકો તો જીવન ધૂળ બરાબર છે. ચિંત વ્યક્તિને ઉધઇની જેમ કોરી ખાઇ છે. નીત્ય સત્સંગ,ઉત્સવ અને કિર્તનમાં જે માણસ જાય તે લાંબો સમય સુધી યુવાન રહી શકે છે. હનુમાન દાદા હમેંશા ચિંતા મુક્ત જ રહે છે. વ્યકિતી જેવા વિચાર કરે જે સ્થિતિમાં રહે છે તેવુ કેમિકલ મગજ માં બને છે. વઘારે ચિંતા કરવાથી જલ્દી ઉંમર દેખાય. કોઇ વ્યકિત સભા કે મંદિરમાં જાય તેને કોઇ દિવસ ખરાવ વિચાર આવે જ નહી. સતસંગમાં જવાથી વ્યકિતીની રોગ પ્રતિકારક શક્તિ વધી જ જાય .

ભારતને મજૂબૂત કરવા શું કરવું.

નાત જાત માંથી બહાર નહી આવીએ ત્યા સુઘી ભારતને મજબૂત નહી કરી શકીએ. આપણા દેશ અને સંસ્કૃતિને બચાવવું હશે તો નાત જાતને ભેદભાવ છોડી આપણે માણસ છીએ તેમ વર્તન કરવું જોઇએ. વસ્તી ગણતરી શા માટે કરવી પડે. હનુમાન દાદાએ બધાને જોડવાનું કામ કર્યુ છે. ભારતના લોકોએ આદિકાળથી લોકોને જોડવાનું કામ કર્યુ છે. વ્યસન વાળા,કપટી, લોકને છેતરતા હોય તેવા લોકોથી દુર રહેવું જ જોઇએ.

હનુમાન દાદનું ચરિત્ર એવુ છે કે કોઇને કોઇને જીવનમાં કામ લાગે બધાને જોડવાનું, મદદ કરવાનું કામ કર્યુ છે. હનુમાન દાદાને કોઇ સારથી કે વાહનની જરૂર નથી. હનુમાન દાદા યાદ કરો એટલે તરત હાજર થાય છે.


Related Posts

Load more