અમદાવાદ ના નિકાલો વિસ્તારમાં શ્રી હનુમાન ચાલિસા યુવા કથા ચાલી રહી છે. 29 ડિસેમ્બરના રોજ શરૂ થયેલી કથામાં 31 ડિસેમ્બરના રોજ અને વર્ષના અંતિમ દિવસે હનુમાન જન્મોત્સવ ઉજવાયો. નવ યુવાનો ખોટા અને અવળા માર્ગે ન જયા અને ભગવાન અને ભક્તિના માર્ગે વળે તે માટે કથાનું આયોજન થયું.
31 ડિસેમ્બરના રોજ કથામાં શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીજીએ શ્રોતાઓને જણાવ્યું કે, દાદાની કથા સાંભળવા આવતા દરેકને વ્યકિતને દાદા ખાલી હાથે નથી જવા દેતા. જે યુવાનો વ્યસનના માર્ગે છે તે યુવાન જાણે શેરડીમાંથી રસ નિકળી ગયો હોય અને જે છોત્રા વધે તેવો લાગે છે. જેનુ ચરિત્ર સારુ હોય તેમને સમસ્યમાંથી બહાર જવાનો રસ્તો મળી જ રહે છે. હનુમાન દાદા જેવુ મોટુ કોઇ નામ નથી અને સ્વર્ગમાં પ્રભુ પણ તેમનુ વંદન કરે છે. એક વખત રામના દુત હનુમાન દાદા પાસે સારંગપુર સાચી શ્રદ્ધાથી આવજો.કોઇ દિવસ કોઇને દુબળા વિચાર આવે તો સાધુ-સંતો પાસે જઇ બેસજો. ખરાબ સમયે સિતાજી, નરસિંહ મહેતા, મિરાબાઇ,પાંડવોને યાદ કરજો કારણ કે જે દુખ તેમને સહન કર્યુ છે તેમના પાંચમાં ભાગનું પણ આપણને નથી.
યુવાનો વ્યસનથી દુર રહે , વ્યસન પરિવારને નષ્ટ કરી દેછે
દેશના વડાપ્રધાન આજે યુવાનોને શરમાવે તેવી શક્તિથી કામ કરે છે તેમના જીવન પર થી આજનો યુવાન કામ કેવી રીતે કરવું તે શિખવું. વ્યસન થી દુર રહેવું. વ્યવસન યુવાનોને કાળ તરફ લઇ જાય છે વ્યસનથી યુવાનને એકલાને સજા નથી મળતી પરિવારને તેમના બાળકોને પણ સજા મળે છે. દારુ કે કોઇ પણ વ્યસન ધીમે ધીમે યુવાનને નહી પર પરિવારને નષ્ટ કરી નાખે છે.
દિકરી તો લક્ષ્મીનો અવતાર છે.
જેમના ધરે દિકરી નહોય તેમનુ ધરે અધુરુ લાગે છે. દિકરી લક્ષ્મીનો અવતાર છે. દિકરી સુખનો દરિયો છે. ઘરના આગંણાની શોભા છે. ભગવાન તમારા ઘરે દિકરાનો જન્મ આપે છે ત્યારે ઠોકરજી તેના કાનમાં કહે છે કે જા તુ તારા પિતાનું ધ્યાન રાખજે પણ દિકરીને જન્મ આપે છે ત્યારે જા બેટા તારા પિતાનું ધ્યાન હું રાખીશ. દિકરી વ્હાલનો દરિયો છે.