Israel At War: હમાસનો હુમલો આતંકવાદી ઘટના છે, અમે ઈઝરાયેલની સાથે છીએ’ – PM MODI

By: nationgujarat
07 Oct, 2023

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલ પર આતંકવાદી સંગઠન હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી તેઓને ખૂબ જ આઘાત લાગ્યો છે. અમે આ મુશ્કેલ સમયમાં ઇઝરાયેલ સાથે એકતામાં ઊભા છીએ. અમારા વિચારો અને પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. ‘વસુધૈવ કુટુંબકમ’, ‘સર્વે ભવન્તુ સુખિન:’ અને સ્થાયી શાંતિ સ્થાપિત કરવાની દિશામાં કામ કરી રહેલા ભારતના વડાપ્રધાન મોદીએ ઈઝરાયેલ પરના આતંકવાદી હુમલાને લઈને મોટુ નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું, આ મુશ્કેલ સમયમાં અમે ઇઝરાયલની સાથે છીએ.

હમાસે 2007માં ગાઝામાં સત્તા સંભાળી ત્યારથી ઈઝરાયેલે પેલેસ્ટિનિયન આતંકવાદીઓ સાથે અનેક યુદ્ધો લડ્યા છે. આ તાજેતરનો હુમલો ત્યારે થયો જ્યારે ઇઝરાયલે તેની સરહદો ગાઝા કામદારો માટે બંધ કરી દીધી. આ વર્ષે અત્યાર સુધી સંઘર્ષમાં 247 પેલેસ્ટાઈન, 32 ઈઝરાયેલ અને 2 વિદેશી નાગરિકો માર્યા ગયા છે. જેમાં લડવૈયાઓ અને નાગરિકો બંનેનો સમાવેશ થાય છે. અત્યારે જો આપણે ગ્રાઉન્ડ ઝીરોની વાત કરીએ તો ઈઝરાયેલે તેના પર અત્યાર સુધીના સૌથી મોટા હુમલા બાદ દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યો છે. ઇઝરાયેલી એરફોર્સ ગાઝામાં ઘેરો તોડી રહી છે.

હમાસના આતંકવાદીઓનો દાવો

બીજી તરફ ગાઝાના આતંકવાદી જૂથે દાવો કર્યો છે કે તેણે ઈઝરાયેલના સૈનિકોને પકડી લીધા છે. હમાસના સૈન્ય કમાન્ડર મોહમ્મદ ડેઇફે એક નિવેદનમાં ઇઝરાયેલની અંદર રહેતા પેલેસ્ટિનિયનો અને ઇઝરાયેલના આરબ પડોશીઓને આ યુદ્ધમાં તેની સાથે જોડાવા માટે આહ્વાન કર્યું છે. હમાસનું કહેવું છે કે અમારા આકસ્મિક હુમલામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 40 ઇઝરાયલી માર્યા ગયા છે, જેમાંથી ઘણા રોકેટ હુમલાનો ભોગ બન્યા હતા.


Related Posts

Load more