અમરેલી લેટરકાંડમાં પોલીસનું મોટું એક્શન, રાતોરાત 3 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાયા

By: nationgujarat
13 Jan, 2025

Amreli Letterkand અમરેલી : શહેરના બહુ ચર્ચિંત લેટરકાંડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમરેલી SP સંજય ખરાત દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે. ફરજમાં નિષ્કાળજી બદલ જિલ્લા પોલીસ વડાએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. કિશન આસોદરીયા, વરજાંગ મૂળયાસીયા, મહિલા પોલીસ કર્મી હીનાબેન મેવાડા સહિત 3 ને સસ્પેન્ડ કરાયા છે. પાટીદાર દીકરીનું સરઘસ કાઢવું ભારે પડ્યું
અમરેલી લેટરકાંડમાં મોટી કાર્યવાહી કરાઈ છે. SP સંજય ખરાતની મોડી રાત્રે એક્શન લઈને LCBના ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. અમરેલી પોલીસને અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવું ભારે પડ્યું છે. ચારેતરફથી વિરોધનો વંટોળ ઉઠ્યો હતો, અને દીકરીને ન્યાય આપવાનો મુદ્દો ઉઠ્યો હતો.

દીકરીને ન્યાય અપાવવા માંગ
ગુજરાતના અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાના મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જે કેસમાં પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર અને એક યુવતી સહિત 4 કાર્યકરોની ધરપકડ કરી હતી. પરંતુ વિવાદ ત્યારે વકર્યો જ્યારે પોલીસે કથિત લેટરકાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઇપિસ્ટનું કામ કરતી પાટીદારની યુવતીનું સરઘસ કાઢ્યું. જેમાં રાજ્યના નેતાઓથી લઈને પાટીદાર સમાજના અગ્રણીઓએ પાયલ ગોટીના સમર્થનમાં આવી ધરણાથી માંડી વિરોધ પ્રદર્શન દ્વારા ન્યાયની માગ કરી હતી. સુરતની 200 જેટલી મહિલાઓએ વડાપ્રધાન મોદીને પત્ર લખી પાયલ ગોટી પર લાગેલા આરોપ પર જાહેરમાં ખુલાસો કરવા માગ કરી હતી. આ સિવાય પત્રમાં પાયલ ગોટીના આરોપોની તપાસ માટેની માગ કરી હતી.

ભાજપ સાંસદે જ પોલીસની ભૂલ સ્વીકારી
રાજકોટમાં મકરસંક્રાંતિના પર્વ નિમિતે ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો. જેમાં વિશ્વના વિવિધ દેશોના પતંગબાજો સહિત દેશનાં અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પતંગ રસિયાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં આવેલા પરસોત્તમ રૂપાલાએ કહ્યું, આ બનાવમાં પોલીસે ઉતાવળ કરી છે, જવાબદાર સામે પગલાં લેવાશે. સાથે જ તેઓએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ આ ઘટનાને અલગ દિશામાં લઈ જઈ રહી છે. આ મુદ્દે તેમણે કહ્યું કે, પરશોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, પોલીસ દ્વારા સમગ્ર ઘટનામાં ઉતાવળ કરવામાં આવી છે. તેમજ એસપી દ્વારા કમિટી નીમવામાં આવી છે. તેમજ યોગ્ય કાર્યવાહી કરશે તેવી મને આશા છે. તેમજ કોંગ્રેસઆ ઘટનાને અલગ દિશામાં લઈ જઈ રહી છે. તેમજ હાલ નનામી લેટર વાઈરલ કરવાનો રોગ ફેલાયેલો છે.


Related Posts

Load more