રાજયમાં વરસાદ પછી જળાશયોની સ્થિતિ જાણો

By: nationgujarat
24 Jul, 2023

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો છે જેના કારણે રાજયના ડેમોમાં નવા નિરની આવક થઇ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પણ નવા નીર આવ્યા છે. ડેમમાં પાણીની સપાટીમાં 18 કલાકમાં 36 સેમીનો વધારો નોંધાયો છે. ડેમની પાણીની સપાટી હાલ 128.51 મીટર છે.. આ તરફ વલસાડનો મધુબન ડેમ પણ ઓવરફ્લો થવાથી દમણ ગંગા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. મધુબન ડેમની જળસપાટી હાલ 71.25 ફૂટ પર પહોંચી છે. તો નવસારીના વાંસદા તાલુકાનો કેલિયા ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. કેલિયા ડેમ 0.05 મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે. ડેમ છલકાતા નિચાણવાળા 23 ગામોને એલર્ટ કરાયા છે.

રાજ્ય સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને (Rain) પગલે સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમમાં નવા નીર આવ્યા છે. જીવાદોરી સમાન નર્મદા ડેમ (Narmada Dam) તેની સંપૂર્ણ સપાટીથી 10 મીટર જ દૂર છે. રાજકોટની (Rajkot) વાત કરીએ તો રાજકોટનો આજી-1 ડેમ, ધોરાજી તાલુકાના ભૂખી ગામ નજીક આવેલો ભાદર-2 ડેમ અને ન્યારી-1 ડેમ ઓવરફ્લો થયા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ડેમમાં નવા નીરની આવક થઈ છે. ડેમ ઓવરફ્લો થવાને કારણે ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી છે. જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે.ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે સાર્વત્રિક વરસાદનાં પગલે લોકમાતાઓમાં અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા નદીઓ બન્ને કાંઠે થઈ વહેતી જોવા મળી હતી.


Related Posts