- શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને નાણાકીય સહાય માટે 3,353 કરોડની જોગવાઈ
- મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 27,330 કરોડની જોગવાઈ
- અમૃત 2.0 મીશન અંતર્ગત પાણી ડ્રેનેજ તળાવ અને પરિવહન ના વિકાસ માટે 1,950 કરોડની જોગવાઈ
- શહેરના વિવિઘ વિકાસ માટે 15 માં નાણા પંચ હેઠળ 1,376 કરોડની જોગવાઈ
- પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના માટે 1,360 કરોડની જોગવાઈ
- સ્વચ્છ ભારત મીશન અને નિર્મળ ગુજરાત માટે 808 કરોડ જોગવાઈ
-
Gujarat Budget updates : મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 7,668 કરોડની જોગવાઈ
મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 7,668 કરોડની જોગવાઈ
- ગંગાસરુપા આર્થિક સહાય યોજના હેઠળ વિધવા બહેનોને માસિક 1250 ની સહાય માટે 3015 કરોડ
- આંગણવાડીની બહેનોને માનદવેતન માટે 1241 કરોડ
- પૂરક પોષણ યોજના હેઠળ ત્રણથી છ વર્ષના બાળકોને ભોજન આપવા 673 કરોડની જોગવાઈ
- મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા માતાને પોષક આહાર માટે 372 કરોડ
- પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓ માં કુપોષણનો દર ઘટાડવા 375 કરોડ
- વ્હાલી દિકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે 217 કરોડ
- દૂધ સંજીવની યોજનામાં બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓને દૂધ આપવા 133 કરોડ
-
Gujarat Budget updates : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 23385 કરોડની જોગવાઇ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 23385 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગત વર્ષ ના 20100 કરોડના બજેટમાં 16.35 કરોડનો વધારો કરાયો॥ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 2 કરોડ 67 લાખ લોકોને કેસલેસ સારવાર માટે 3676 કરોડની જોગવાઈ છે. જીએમઇઆરએસ મેડીકલ હોસ્પીટલ માટે 1392 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બીનચેપી રોગ અને અન્ય સમસ્યાઓ ના નિવારણ માટે 400 કરોડની જોગવાઇ.
Gujarat Budget updates : શિક્ષણ વિભાગ માટે 59,999 કરોડની જોગવાઈ
શિક્ષણ વિભાગ માટે 59,999 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ 25 હજારથી વધુ વર્ગખંડોની માળખાકીય સુવિધા માટે 2114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડની જોગવાઈ, RTE હેઠળ ખાનગી શાળાઓમાં ગરીબ બાળકોને પ્રવેશ આપવા માટે 782 કરોડની જોગવાઈ, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટે 250 કરોડની જોગવાઈ, વિદ્યાર્થી બસ પાસ ફી કંસેશન માટે 223 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ માટે 200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં અંદાજિત 22 હજાર શિક્ષકોની ભરતી પ્રક્રિયા પ્રગતિમાં છે.
ગૃહ વિભાગ માટે કુલ રુ. 12659 કરોડની જોગવાઇ
ગુજરાત બજેટમાં ગૃહ વિભાગ માટે કુલ રુ. 12659 કરોડની જોગવાઇ કરાઇ છે. રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાના સંચાલન માટે ઝીરો ટોલરન્સ પોલિસી સાથે અમારી સરકાર અનેક સુધારાઓ કરી રહી હોવાનું નાણામંત્રીએ જણાવ્યુ. રાજ્યમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સાયબર ક્રાઈમ, સાયબર સિક્યુરિટી અને સાયબર ઈન્ટેલિજન્સની વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન છે. જે માટે 1186 નવી જગ્યાઓ તથા આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ₹299 કરોડની જોગવાઇ કરી.
પઢાઇ ભી, પોષણ ભી” યોજના માટે 617 કરોડ રુપિયાની જોગવાઇ
નાણામંત્રીએ કહ્યુ કે “પઢાઇ ભી, પોષણ ભી”ના ધ્યેયને સાકાર કરવા “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના”ની ડિસેમ્બર-2024થી શરૂઆત કરવામાં આવી છે. જેમાં 32,277 શાળાઓના 41 લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે. જેના માટે આ બજેટમાં કુલ ₹617 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.