રાજ્ય સરકાર નવા બજેટમાં મહત્વની જાહેરાત કરી શકે છે

By: nationgujarat
17 Feb, 2025

કેન્દ્રીય બજેટ તો રજૂ થઈ ગયું છે, ત્યારે ગુજરાતીઓની નજર ગુજરાતના બજેટ પર છે. ગુજરાત રાજ્યનું બજેટ કેવુ હશે, તેમાં કોના માટે કેવી કેવી જાહેરાતો થશે તે જાણવામાં ગુજરાતીઓને રસ છે. ત્યારે ગુજરાતમાં બજેટને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર નવા બજેટમાં મહત્વની જાહેરાત કરશે. ગુજરાતના આગામી બજેટ પર મુખ્યમંત્રીની મહોર લાગી ગઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુ દેસાઈની આખરી બેઠક પૂર્ણ થઈ ગઈ છે.

રાજ્ય સરકાર નવા બજેટમાં કરશે મહત્વની જાહેરાત
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં કેન્દ્રની તર્જ પર સ્પેશિયલ ઈકોનોમિક ઝોનની જાહેરાત થશે. સુરત ઈકોનોમિક ઝોનની તર્જ પર અન્ય ચાર ઝોનમાં ઈકોનોમિક ઝોનની જાહેરાત થશે. ઉદ્યોગોની સ્થાપના માટે નવી જાહેરાતો રાજ્ય સરકાર કરશે. આ ઉપરાંત નવાં બજેટમાં ટૂરિઝમ સેક્ટર પર સરકાર ફોકસ કરશે. ટૂરિઝમ પર ફોકસ કરવા નવી જાહેરાતો રાજ્ય સરકાર કરી શકે છે. ઈવેન્ટ બેઝ ટૂરીઝમ સેક્ટર સમાવવા માટે સરકાર કંઈક નવું લાગશે. તેમજ રાજ્ય સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ કરવા નવી જાહેરાત કરશે. રોડ રસ્તાઓ અને વાહનવ્યવહાર સહિત નવા પ્રોજેક્ટની સરકાર જાહેરાત કરી શકે છે.

બજેટમાં બીજું શું શું હશે 
જાણવા મળ્યું કે, શહેરી વિકાસ વિભાગમાં પણ નવા વિકાસના કામોનો સમાવેશ કરાશે. નવી બનાવેલી મહાનગરપાલિકાઓ બાબતે પણ સરકાર જાહેરાત કરી શકે છે. નવી મહાનગરપાલિકાના વિકાસ કામોને નવા બજેટમાં સમાવેશ કરાશે. રાજ્ય સરકાર નવી ભરતીઓ વિકાસના કામો પર ભાર મૂકાશે. નવા બજેટમાં ગત વર્ષ કરતા ૧૦ ટકા વધુ હશે.

આમ, ગુજરાતના આગામી બજેટ પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મહોર લાગી ગઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુ દેસાઈની આખરી બેઠક પૂર્ણ થઈ છે. જેમાં બજેટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેની જાહેરાત બજેટ દિવસે કરવામાં આવશે.


Related Posts

Load more