નર્મદાના પુર મુદ્દે સરકાર તપાસ કરે, હું ખોટો હોઇશ તો જનતાની માફી માગીશ – શક્તિસિંહ ગોહિલ

By: nationgujarat
28 Sep, 2023

કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં કોંગ્રેસનેતાઓ આજે રાજયપાલને મળી નર્મદા પુર મદુે રજૂઆત કરી હતી. નર્મદાનું પુર માનવસર્જીત હોવાનો દાવો કોગ્રેસના નેતાઓએ કર્યો છે. શક્તિસિંહ ગોહિલે નર્મદા પુર મુદ્દે ન્યાયિક તપાસ કરવામાં આવે તે અંગે રજૂઆત કરી. તટસ્થ તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવે. પુરમાં નુકશાનય થયેલ અસરગ્રસ્તોને પુરતુ વળતર આપવામાં આવે.

શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, હું પણ નર્મદા વિભાગનો મંત્રી રહ્યો છું હું બરાબર જાણુ છું કે કયારે 18 લાખ 60 હજાર ક્યુસેક પાણી છોડવાનુ સરકાર છોડવાનો દાવો કરે છે આવુ છોડવું ન પડે તે માટે નર્મદાની ફુર પ્રુફ સિસ્ટમ છે. ઉપરથી પાણીના ઇનફ્લો પ્રમાણે ટર્બાઇનમાં દરિયાામાં પાણી છોડવું જોઇએ જે નથી છોડવામાં આવ્યું જે સ્પષ્ટ પણે જે માહિતે મળી છે પ્રમાણે 17 તારીખે જ ઓવરફ્લો  થયો ડેમ અના પાણીના વઘામણા કરવામાં આવ્યા છે તેનાથી માનવસર્જીત આપદા ઉભી થઇ છે.

શક્તિસિહં ગોહિલે જણવ્યું કે, મે રજૂઆત કરી છે કે લોકોના જાનમાલની સુરક્ષા સરકારની જવાબદારી છે અમારી વાત ખોટી હોય અને સરકાર સાચી હોય તો સુપ્રિમ કોર્ટે કે હાઇ કોર્ટના સિટિંગ જજ પાસે પ્રકરણની તપાસ થવી જોઇએ. જ્યારે આપણા દેશના વડાપ્રધાન ગુજરાતી  છે અને તેઓ બે દિવસ અંહી હતા તેમણે અસરગ્રસ્ત લોકોની મલુકાત લેવી જોઇતી હતી. અસરગ્રસ્તોને વળતર માટે યોગ્ય પેકેજ મળે તેની પણ રજૂઆત કરી છે.

શક્તિસિંહ ગોહિલ જણાવ્યું કે, તપાસમાં સરકાને ક્લીન ચીટ મળે તો હુ ગુજરાતની જનતાની માફી માંગીશ, કોંગ્રેસ તરફથી એક સિનિયર નેતાઓની ટીમે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી હતી અને અમે એસી ઓફિસામાં બેસી હવાબાજી નથી કરી કોંગ્રેસ લોકોના દુખમા સહભાગી થવા અને તેમની સમસ્યા જાણવા કોગ્રેસના કાર્યકર્તાઓ વિસ્તારમાં ગયા હતા.

સરકારે કરેલી જાહેરાત અંગે શક્તિસિંહએ જણાવ્યું કે, કોઇના ઘરે પાણી ધુસી ગયા હોય અને કાચા મકાન તણાઇ ગયા હોય તેમા નજીવી સહાય આપી છે આવી મોંધવારીમાં આ સહાય કામ ન લાગે. જેમના કાચા મકાન તણાય ગયા છે તેમને 2500ની સહાય અને ઘર પડીગયું હોય તો એક લાખ 25 હજાર  પુરતી સહાય ન કહેવાય.ભેસ ગાય જેવા પશુ તણાઇ ગઇ હોય તેમને પોસમોટમ રિપોટ આપવા પડે હવે પશુતણાઇ જાય એનો પોસ્ટમોટમ રિપોર્ટ કયાથી લાવે.

કોંગ્રેસની ફકત એક જ રજૂઆત છે કે સરકાર યોગ્ય સહાય આપે. આપણુ ગુજરાત મુશકેલીમાં છે તો સરકાર કેમ સહાયમાં પાછી પાની કરે છે.


Related Posts

Load more