Gandhinagar News: રાંદેસણમાં રૂ.100 કરોડના ખર્ચે બનશે દેશની સૌથી મોટી સેન્ટ્રલ લાયબ્રેરી

By: Nation Gujarat Team
30 Aug, 2026

Gandhinagar News: ગાંધીનગરના રાંદેસણ ખાતે દેશની સૌથી મોટી અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ‘નમો સેન્ટ્રલ લાયબ્રેરી’ નું નિર્માણ કરવામાં આવશે, જે રાજ્યના શૈક્ષણિક અને બૌદ્ધિક ક્ષેત્રે એક સીમાચિહ્ન રૂપ સાબિત થશે.

Gandhinagar  માં બનશે દેશની સૌથી મોટી સેન્ટ્રલ લાયબ્રેરી

વિદ્યાર્થીઓ, યુવાનો અને વાચકોને ઉત્તમ વાતાવરણ અને વૈશ્વિક કક્ષાની પુસ્તકાલય સુવિધાઓ પૂરી પાડવાના આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પાછળ અંદાજિત રૂ. 100 કરોડ નો માતબર ખર્ચ કરવામાં આવશે. આ ભવ્ય લાયબ્રેરીના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા રિવરફ્રન્ટ પાસે 30,000 ચોરસ મીટર જેટલી વિશાળ જગ્યા ફાળવવામાં આવી છે.

TP 22 માં કોમર્શિયલ હેતુના પ્લોટના રિઝર્વેશનમાં ફેરફાર કરવામાં આવ્યો

આ પ્રોજેક્ટના આયોજનને સરળ બનાવવા અને કાગળની કાર્યવાહી ઝડપી કરવા માટે ટીપી (TP) 22 માં કોમર્શિયલ હેતુ માટેના પ્લોટના રિઝર્વેશનમાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે. આ લાયબ્રેરી માત્ર પુસ્તકોનું સંગ્રહસ્થાન નહીં પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો અને સંશોધકો માટે એક આધુનિક જ્ઞાનનું કેન્દ્ર બની રહેશે.


Related Posts

Load more