એશિયા કપ – અફઘાનિસ્તાન ટીમ ઇતિહાસ રચતા રહી ગયુ, શ્રીલંકાની જીત પછી પણ હાર્યુ

By: nationgujarat
06 Sep, 2023

ગઇકાલે એશિયાકપમાં શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચે સૌ ક્રિકેટ પ્રેમીઓના દિલ જીતી લીધા આ મેચમાં અફઘાનિસ્તાને શ્રીલંકાને 2 રનેથી હરાવ્યું. શ્રીલંકાએ અફધાનિસ્તાનને 292 રનનો ટાર્ગોટ આપ્યો હતો. સ્કોર ચેસ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે ખૂબ સારી બેટીંગ કરી હતી. અફઘાનિસ્તાને 37 ઓવરમાં 289 રન કર્યા હતા અફઘાનિસ્તાનને સુપર ઓવપમાં પ્રવેશ મેળવવા માટે 37.1 ઓવરમાં 292 રનનો ટાર્ગોટ હાસલ કરવાનો હતો.

એક સમયે અફઘાનિસ્તાનની બેટીંગ જોઇને લાગતું હતું કે સરળતાથી ક્વોલીફાય કરી જશે. પરંતુ સતત વિકેટ પડતી રહી જેના કારણે અફધાનિસ્તાન સુપર 4 માં આવી ન શકી.અફધાનિસ્તાનના સ્ટાર ખિલાડી રાશિદ ખાને 16 બોલ પર 27 બનાવી એક છેડો સંભાળ રાખ્યો હતો. મોહમ્મદ નબીએ સૌથી વધુ રન કર્યા તેણે 32 બોલમાં 65 રન કર્યા જેમાં 5 સિક્સ અને 6 ફોર  મારી હતી તો હશમકુલ્લાહ શાહિદીએ 66 બોલમાં 59 રન કર્યા હતા રહમત શાહે 40 બોલમાં 45 રન કર્યા હતા.

અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ કહ્યું કે તે ખૂબ જ નિરાશ છે. અમે શ્રીલંકાને સારો પડકાર આપ્યો. તમામ ખેલાડીઓએ 100 ટકા યોગદાન આપ્યું હતું. અમારી ટીમે જે રીતે પ્રદર્શન કર્યું. મને તેના પર ગર્વ છે. મને લાગે છે કે અમે છેલ્લા બે વર્ષથી ODI ક્રિકેટમાં પણ સારું ક્રિકેટ રમ્યા છીએ.

‘ભૂલોમાંથી શીખો અને વર્લ્ડ કપમાં વધુ સારું કરો’

હશમતુલ્લાહ શાહિદીએ વધુમાં કહ્યું કે અમે હજુ ઘણું શીખી રહ્યા છીએ. અમે આ વખતે એશિયા કપમાં ઘણી સકારાત્મક બાબતો શીખી છે. અમે હવે ICC ક્રિકેટ વર્લ્ડ કપની નજીક છીએ. આ ટૂર્નામેન્ટમાં અમે જે પણ ખોટું કર્યું છે, અમે તેમાંથી શીખીશું અને વર્લ્ડ કપમાં વધુ સારું પ્રદર્શન કરીશું. આ દરમિયાન, તેમણે સમર્થન માટે દર્શકોનો આભાર પણ માન્યો. આ સાથે તેણે ટીમના પ્રશંસકોની માફી પણ માંગી કે તે જીતી ન શકી.

 


Related Posts