કેનેડામાં રહેતા કે જવા માંગતા સ્ટુડન્ટ માટે ત્રણ મહત્ત્વના સમાચાર

By: nationgujarat
09 Dec, 2023

કેનેડામાં રહીને ભણતા ભારતીય સ્ટુડન્ટ અને જે સ્ટુડન્ટ કેનેડા જવાની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. કેનેડા સરકારે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે ત્રણ ફેરફાર કર્યા છે. આ ફેરફારો 1 જાન્યુઆરી 2024થી લાગુ પડશે. આ ત્રણ ફેરફારો વિશે ઈમિગ્રેશન કન્સલટન્ટ પાર્થેશ ઠક્કરે દિવ્ય ભાસ્કરને વિગતથી માહિતી આપી હતી.

પહેલો ફેરફાર – કેનેડિયન વિઝા લેવા માટે વર્ષે 10 હજાર કેનેડિયન ડોલર એટલે ભારતીય 6 લાખ 20 હજાર રૂપિયા GCI (ગેરેન્ટેડ ઈન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ) ત્યાંની બેન્કમાં જમા કરાવવા પડતા હતા. તેને ડબલ કરીને વર્ષે 20,635 કેનેડિયન ડોલર એટલે ભારતના 12 લાખ 66 હજાર રૂપિયા ભરવા પડશે. દર વર્ષે ડબલ રૂપિયા આપવાના.

બીજો ફેરફાર – ભારત અને બીજા દેશોમાંથી જે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ કેનેડામાં રહીને અભ્સાસ કરે છે અને જે સ્ટુડન્ટે કેનેડા જવા માટે 7 ડિસેમ્બર 2023 પહેલાં સ્ટુડન્ટ વિઝા અપ્લાય કરી દીઘા છે તેવા સ્ટુડન્ટ 30 એપ્રિલ 2024 સુધી ફુલટાઈમ જોબ કરી શકશે. એટલે ઓફ કેમ્પસ 20 કલાકના બદલે 40 કલાક કામ કરી શકશે.

ત્રીજો ફેરફાર – કેનેડા સરકારે 2021, 2022 અને 2023 એમ ત્રણ વર્ષ પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ આપી હતી અને આ ત્રણ વર્ષની પરમિટને 18 મહિના માટે ફ્રીમાં લંબાવી હતી. હવે પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટમાં એક્સટેન્શન નહીં મળે. માનો કે એક્સટેન્શન લેવું હોય તો તેની પ્રોસેસ ફોલો કરવી પડશે. કાં તો આગળ વધારે ભણવું પડશે, કાં જોબ કરવી પડશે.

હવે આ ત્રણેય ફેરફારને વિસ્તારથી સમજીએ…
કેનેડામાં અભ્યાસ કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. અહેવાલ છે કે કેનેડા સરકારે અભ્યાસ માટે આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેનેડા દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી વિશ્વભરના વિદ્યાર્થીઓને અસર થશે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ત્યાં રહેવા અને અભ્યાસ કરવા માટે પહેલાં કરતાં વધુ પૈસા ખર્ચવા પડશે. આ સાથે મજબૂત ફાઇનાન્સિયલ બેકગ્રાઉન્ડ પણ બતાવવું પડશે. કેનેડાના ઈમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટિઝનશિપ મંત્રી માર્ક મિલરે આ ફેરફારની જાહેરાત કરી છે.

પહેલો ફેરફાર રૂપિયાના વધારાનો છે. આ નવો નિર્ણય 1 જાન્યુઆરી 2024થી અમલમાં આવશે. માર્ક મિલરે જાહેરાત કરતાં કહ્યું કે 2000ની સાલથી GICના 10 હજાર કેનેડિયન ડોલર હતા. પણ આ વાતને લાંબો સમય થઈ ગયો છે અને કેનેડા સરકાર ક્વોલિટી લાઈફ આપવા મક્કમ છે એટલે ફંડ પણ વધારે હોય તો શક્ય બને. એવા હેતુથી કેનેડિયન સરકારે GCI (ગેરેન્ટેડ ઈન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ) સાદી ભાષામાં કહીએ તો વર્ષની ટ્યૂશન અને દેશમાં રહેવાની ફી વધારી દીધી છે. તે 10 હજારના બદલે 20,635 ડોલર કરી દેવામાં આવ્યા છે. એટલે ભારતના સ્ટુડન્ટ વર્ષે 6 લાખ 20 હજાર GCI આપતા હતા તે હવે 12 લાખ 66 હજાર GCI આપવા પડશે.

વધુમાં, મિનિસ્ટર મિલરે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અસર કરતી ત્રણ અસ્થાયી નીતિઓ પર અપડેટ્સ આપ્યા, જેમાં 30 એપ્રિલ, 2024 સુધી કેમ્પસની બહારના કામ માટે (ઓફ કેમ્પસ) અઠવાડિયે 20 કલાકની મર્યાદામાં છૂટછાટ આપીને સપ્તાહમાં 40 કલાક સુધી કામ કરવાની અનુમતી આપી છે. મંત્રી મિલરે જણાવ્યું કે, કેનેડિયન સરકારે 2021, 2022 અને 2023માં કેનેડા જનારા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટમાં 18 મહિનાનું એક્સટેન્શન આપ્યું હતું. હવે, સરકારે જાહેરાત કરી છે કે, પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું હોય તો સ્ટુડન્ટને એક્સટેન્શન નહીં મળે. આ માટે સ્ટુડન્ટે કેનેડા સરકારે ઘડેલી પોલિસીને ફોલો કરવી પડશે. બીજા કોર્સીસ ભણવા પડશે કે જોબ કરવી પડશે. આ પ્રકારની પોલિસી ફોલો કરનાર સ્ટુડન્ટને જ લાંબા સમય માટે રહેવાની મંજૂરી આપીને પોસ્ટ ગ્રેજ્યુએશનની અનુમતી આપવામાં આવશે.


Related Posts

Load more