આપણી દિકરી શોપિંગમાં જતી હોય તો બાજુમાં રિવોલ્વર લટકતી હોવી જોઈએ – પાટીદાર આગેવાનના નિવદેનથી પ્રતિક્રિયા

By: nationgujarat
03 Nov, 2023

સરદાર ધામ અમદાવાદના ગગજી સુતરીયા પોતાના નિવેદનને લઈને વિવાદમાં આવ્યા છે. સરદાર જયંતિ નિમિતે આણંદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ગગજી સુતરીયાએ સમાજ અને દેશની દીકરીઓને લાયસન્સવાળી રિવોલ્વર સાથે શોપિંગ કરવાની સલાહ આપી હતી. પરોક્ષ રીતે મહિલા સુરક્ષા પર સવાલ ઉઠાવનાર સુતરીયાના આ નિવેદનથી વિવાદનો વંટોળ શરૂ થયો છે. પાટીદાર યુવા નેતા અને પાસના આગેવાન એવા દિનેશ બાંભણીયાની સાથે સાથે ભાજપના નેતા વરૂણ પટેલે ટ્વિટરના માધ્યમથી સુતરીયા પર શાબ્દિક પ્રહાર કર્યા છે.

વરૂણ પટેલે ટ્વીટ કર્યું કે, ‘પાટીદાર મહિલાઓ રિવોલ્વર લઈને નીકળવું જોઈએ તેવું આગેવાન શ્રી ગગજી સુતરીઆ નું કેવું છે. મારો ખાલી પ્રશ્ન એટલો છે કે આ મહિલાઓ પર દંડા વરસતા તા એ વખતે આપ મૌન કેમ હતા ? અને આ મારી બેનો તમારા કીધે રિવોલ્વર લઈ ને નીકડ છે અને કોઈ કેશ થાય તો જામીન થવા જશો કે એમને અમારી જેમ જામીન જાતે???’તો બાંભણીયાએ ટ્વીટર પર પોસ્ટ કરવાની સાથે સાથે તીખી પ્રતિક્રિયા પણ આપી. બાંભણીયાએ ટ્વીટમાં લખ્યું કે, ‘સુતરીયા સાહેબ પાટીદાર સમાજની મા બેન દીકરીઓ ઉપર જ્યારે અત્યાચાર થયો (માં બેન દીકરીઓ સમાને ગાળો દેવાની )ત્યારે આપ શ્રી ક્યાં હતા અને આ બાબતે આપ શ્રી એ સરકારમાં ક્યારેય કેમ રજૂઆત કરી ??? ૩૩% મહિલા અનામત ના કાયદા માં મોટો અન્યાય થયો ત્યારે તમે કેમ અમો ને સાથ આપવાની ના પાડી હતી ? ..’


Related Posts

Load more