જાણીતી અભિનેત્રી હેમા માલિનીની પુત્રી ઇશાના થયા તલાક

By: nationgujarat
07 Feb, 2024

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં તલાક થયાના કેસના સમાચાર અવારનવાર સાંભળ્યા હશે. તલાક થવા જાણે કે બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં નવાઇની વાત નથી. આ મામલે વધુ એક નામ ઉમેરાયુ છે તે છે ઇશા દેઓલ. ઇશા દેઓલ ધર્મેન્દ્ર અને હેમામાલીનીની  દિકરી છે. તેના લગ્ન ભરત તખ્તાની સાથે થયા હતા. ઘણા સમયથી તેમના વચ્ચે અણબનાવના સમાચાર આવતા હતા. હવે બંને જણા એક બીજાથી અલગ થયાના અહેવાલને સમર્થન આપ્યુ છે.

ઇશા અને ભરતએ એક સ્ટેટમેન્ટ આપતા જણાવ્યું છે કે, હમે સહમતીથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. અલગ થતા પહેલા અમે અમારા બાળકો અગે પણ વિચાર કર્યો છે. તેમનુ સારુ ભવિષ્ય બનાવવું તે અમારી પ્રાથમિકતા છે.

ઇશા અને ભરત ના તલાક થયાની ચર્ચા સોશિયલ મીડિયામાં 2024 જાન્યુઆરી માસમાં થતી હતી. બોલીવુડની ગલીઓમાં બંને ના તલાકની ખૂબ ગોસીપ થતી કારણ કે ઇશા એક જાણીતા પરિવારની દિકરી છે. જો કે આ અંગેના સમાચાર રેડિત નામની એક પોસ્ટ થી શરૂ થઇ હતી.

માતા હેમા માલિની સિવાય એશા દેઓલ પણ તેની બે દીકરીઓ સાથે જોવા મળી છે. ઈશા નાની-મોટી ઈવેન્ટ્સમાં એકલી જ હાજરી આપતી જોવા મળી હતી. તે અલગ-અલગ દિવાળી પાર્ટીઓમાં પણ એકલી જ હાજરી આપતી હતી. જ્યારે હંમેશા એવું રહ્યું છે કે તે તેના પતિ ભરત તખ્તાની સાથે ઇવેન્ટ્સ અને પાર્ટીઓમાં હાજરી આપે છે. એટલું જ નહીં, ભરત સાસુ હેમા માલિનીના 75માં જન્મદિવસની ઉજવણીમાં પણ હાજર રહ્યો ન હતો. આનાથી અફવાઓને વધુ બળ મળ્યું કે દંપતી વચ્ચે બધું બરાબર નથી.

અભિનેત્રીએ જૂન 2023માં પતિ ભરત સાથેનો રોમેન્ટિક ફોટો શેર કરીને તેની 11મી લગ્ન જયંતિની શુભેચ્છા પાઠવી હતી. એશા દેઓલ અને ભરત તખ્તાનીએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં દેઓલ પરિવારની ખુશી જોવા જેવી હતી. દીકરીને જતી જોઈને ધર્મેન્દ્રના આંસુ વહી ગયા. તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ દંપતીને આ લગ્નથી રાધ્યા અને મીરાયા નામની બે પુત્રીઓ છે.


Related Posts

Load more