cwc2023 – જો રૂટ સિવાય, બાકીના બેટરે કર્યા નિરાશ, ઈંગ્લેન્ડે ન્યુઝીલેન્ડને 283 રનનો ટાર્ગેટ આપ્યો

By: nationgujarat
05 Oct, 2023

પ્રથમ વર્લ્ડ કપ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહ્યો છે. બંને ટીમો વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરવા આવેલી ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 9 વિકેટે 282 રન બનાવ્યા હતા. આ રીતે ન્યુઝીલેન્ડને જીતવા માટે 283 રનનો ટાર્ગેટ છે. આ પહેલા ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

જો રૂટ ચમક્યો, પરંતુ બાકીના બેટ્સમેનોએ નિરાશ કર્યા…

ઈંગ્લેન્ડ તરફથી જો રૂટે સૌથી વધુ રન બનાવ્યા હતા. જો રૂટે 86 બોલમાં 77 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 4 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. વાસ્તવમાં એક સમયે એવું લાગતું હતું કે ઈંગ્લેન્ડની ટીમ સરળતાથી 300 રનનો આંકડો પાર કરી જશે. પરંતુ જોસ બટલરની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડની ટીમ નિયમિત અંતરે વિકેટો ગુમાવતી રહી. પરિણામે ઈંગ્લેન્ડની ટીમ 282 રન જ બનાવી શકી હતી. જો રૂટ સિવાય કેપ્ટન જોસ બટલરે 42 બોલમાં 43 રનનું યોગદાન આપ્યું હતું.

ઇંગ્લેન્ડના બેટ્સમેનો નિયમિત અંતરે પેવેલિયન પરત ફરતા રહ્યા.

ટોસ હાર્યા બાદ ઈંગ્લેન્ડે જ્યારે બેટિંગ કરવા આવી ત્યારે તેની શરૂઆત સારી રહી હતી. ઈંગ્લેન્ડના ઓપનર જોની બેરસ્ટો અને ડેવિડ મલને પ્રથમ વિકેટ માટે 7.4 ઓવરમાં 40 રન જોડ્યા હતા. જોની બેયરસ્ટોએ 35 બોલમાં 33 રન બનાવ્યા હતા. જ્યારે ડેવિડ માલાને 24 બોલમાં 14 રનનું યોગદાન આપ્યું હતું. હેરી બ્રુક, મોઈન અલી અને લિયામ લિવિંગસ્ટોન અનુક્રમે 25, 11 અને 20 રન બનાવીને આઉટ થયા હતા.

ન્યુઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે ગ્લેન ફિલિપ્સ અને મિશેલ સેન્ટનરે 2-2 વિકેટ ઝડપી હતી. આ સિવાય ટ્રેન્ટ બોલ્ટ અને રચિન રવિન્દ્રએ 1-1 ખેલાડીઓને આઉટ કર્યા હતા.

Fall of wickets: 1-40 (Dawid Malan, 7.4 ov), 2-64 (Jonny Bairstow, 12.5 ov), 3-94 (Harry Brook, 16.6 ov), 4-118 (Moeen Ali, 21.2 ov), 5-188 (Jos Buttler, 33.2 ov), 6-221 (Liam Livingstone, 38.5 ov), 7-229 (Joe Root, 41.1 ov), 8-250 (Chris Woakes, 44.6 ov), 9-252 (Sam Curran, 45.4 ov)

BOWLING O M R W ECON 0s 4s 6s WD NB
10 1 48 1 4.80 34 3 2 1 0
10 1 48 3 4.80 31 6 0 0 0
10 0 37 2 3.70 26 0 0 1 0
7 0 56 0 8.00 15 5 2 2 0
10 0 76 1 7.60 14 6 2 0 0
3 0 17 2 5.66 5 1 0 0 0

Related Posts

Load more