રાજસ્થાન,મધ્યપ્રદેશ,છત્તિસગઠ સહિત 2 રાજયોમાં વિઘાનસા ચૂંટણીની તારીખોની જાહેરાત ટુંક સમયમાં જ થશે. આ અંગે ચૂંટણીપંચ પ્રેસ કરી માહિતી આપશે. ચૂંટણી પંચ ટૂંક સમયમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી શકે છે. ચૂંટણી પંચ છેલ્લા 2 મહિનાથી રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મિઝોરમ રાજ્યોની મુલાકાતે છે. ચૂંટણી પંચ લાંબા સમયથી 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. એવું માનવામાં આવે છે કે પંચ 9 ઓક્ટોબરે આ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત કરી શકે છે. ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ ભારતીય જનતા પાર્ટી (BJP), કોંગ્રેસ અને BRS સહિત તમામ પાર્ટીઓએ આ રાજ્યોમાં પ્રચાર શરૂ કરી દીધો છે. તમામ રાજકીય પક્ષોના નેતાઓ ઝડપથી રેલીઓ કરી રહ્યા છે.
નિર્ધારિત કાર્યક્રમ અનુસાર ચૂંટણી પંચ આ મહિને આ પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. આયોગે ઓગસ્ટમાં મિઝોરમ અને છત્તીસગઢની મુલાકાત લીધી હતી. આ પછી સપ્ટેમ્બરમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનની મુલાકાત લીધી. ચૂંટણી પંચ હવે આ સપ્તાહે તેલંગાણાના પ્રવાસે છે.
આ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે
મુખ્ય ચૂંટણી પંચ રાજીવ કુમારના નેતૃત્વમાં 17 સભ્યોનું પ્રતિનિધિમંડળ ગઈકાલે તૈયારીઓનું નિરીક્ષણ કરવા તેલંગાણાના હૈદરાબાદ પહોંચ્યું હતું. 40 સભ્યોની મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ ડિસેમ્બરમાં સમાપ્ત થઈ રહ્યો છે. તે જ સમયે, 90 સભ્યોની છત્તીસગઢ વિધાનસભા અને અન્ય ત્રણ રાજ્યોનો કાર્યકાળ જાન્યુઆરીમાં સમાપ્ત થઈ રહ્યો છે. મધ્યપ્રદેશમાં 230 સભ્યો, રાજસ્થાન (200 સભ્યોની વિધાનસભા) અને તેલંગાણા (119 સભ્યોની વિધાનસભા)માં પણ ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે.