ગૂગલની નવી સિસ્ટમ લોન્ચ થયા બાદ સ્માર્ટફોન પર ભૂકંપની ચેતવણી મળશે. આ તમને ભૂકંપથી તમારું જીવન બચાવવાની તક આપે છે અને તમે ભૂકંપની જાણકારી પહેલે જ મળી જતા સાવચેતીના પગલા લઈ શકો છો. જો કે હાલમાં ભારતમાં આ સિસ્ટમનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. જો તમે પણ તમારા ફોનમાં ભૂકંપનું એલર્ટ મેળવવા ઈચ્છો છો તો તમારે કેટલાક સેટિંગ્સ કરવા પડશે. આ પછી, તમારા ફોન પર ભૂકંપનું એલર્ટ પણ દેખાઈ શકે છે.
એન્ડ્રોઈડ અર્થક્વેક એલર્ટ સિસ્ટમ ઘણા દેશોમાં પહેલેથી જ કામ કરી રહી છે. આ દેશોમાં ભૂકંપ આવે તે પહેલા એલર્ટ આપવામાં આવે છે. ભારતમાં પણ આ સિસ્ટમ લાવવા માટે Google નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) અને નેશનલ સિસ્મોલોજી સેન્ટર (NSC) સાથે વાતચીત કરી રહ્યું છે. ભારતમાં પણ ટૂંક સમયમાં એલર્ટ મળવાનું શરૂ થશે.
Googleની એલર્ટ સિસ્ટમ તમારા ફોનના સેન્સર્સનો ઉપયોગ કરે છે. તે સિસ્મોગ્રાફ તરીકે ફોનના એક્સીલેરોમીટરનો ઉપયોગ કરે છે. આ રીતે તમારો ફોન એક નાનો ભૂકંપ ડિટેક્ટર બની જાય છે અને તમને એલર્ટ મળે છે.
ધ્યાનમાં રાખો કે Googleની એલર્ટ સિસ્ટમ હાલમાં ટેસ્ટિંગના તબક્કામાં છે. Google માત્ર 4.5 કે તેથી વધુ તીવ્રતાના ભૂકંપ માટે એલર્ટ મોકલે છે. કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં આ સિસ્ટમ કામ કરતી નથી.