તમને ખબર છે શા માટે ખેલાડીઓને વારંવાર ક્રેમ્પ કેમ આવે છે? એક્સપર્ટ પાસેથી જાણો તેના કારણ અને ઉપાય

By: nationgujarat
17 Nov, 2023

આજકાલ ક્રેમ્પ શબ્દ ઘણો પ્રચલિત થઈ રહ્યો છે અથવા તો થઈ ગયો છે. કારણ એ છે કે મોટા ખેલાડીઓને બેક ટુ બેક આ તકલીફ અનુભવતા જોવા મળ્યા છે. આ એ શરીરની સ્થિતિ ઉભી કરે છે કે તેમા હલનચલન કરવું મુશ્કેલ થઈ જાય છે. તાજેતરમાં જ બે મોટા ખેલાડી મેક્સવેલ અને શુભમન ગિલ ક્રેમ્પનો ભોગ બન્યા હતા અને તેમને અમુભવાતા દર્દને દુનિયાએ જોયુ હતું.

હવે જ્યારે તમામના મોઢે ક્રેમ્પ શબ્દના વાત થાય છે તો તમને જણાવી દઈએ કે ઘણી વખત દોડતી વખતે અચાનક સ્નાયુઓમાં ખેંચાણની સાથે દુખાવો થવા લાગે છે. આ અચાનક દુખાવો એક ક્રેમ્પ જ છે તેને લઈને આ પ્રકારનો દુખાવો મસલ્સના એક પાર્ટમાં એક સાથે થવા લાગે છે કે જે અસહ્ય બની જતુ હોય છે.

હેલ્થ એક્સપર્ટનું માનીએ તો આવા પ્રકારનો દુ:ખાવો થોડીક જ વારમાં મટી જાય છે અથવા તો પછી કલાકો સુધી તમને હેરાન પરેશાન કરી નાખે છે. રાજીવ ગાંધી સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ, દિલ્હીના ડો. અજીત જૈન કહે છે કે ક્યારેક સંજોગો, હવામાન અને અન્ય કારણોસર સ્નાયુઓમાં ખેંચાણ થાય છે જેનો દુ:ખાવો અસહ્ય હોય છે.

હેલ્થ એક્સપર્ટ ક્રેમ્પ માટે આ કારણ જણાવે છે

ડો.અજીત જૈન કહે છે કે સ્પોર્ટસ જેવી પ્રવૃતિ કરતા સમયે ક્રેમ્પ આવવું સ્વાભાવિક બને છે. તેની પાછળનું કારણ એ છે કે ખરાબ વેધર કન્ડીશન, પાણીનો સોસ પડવો જેથી કરીને મસલ્સ ખેંચાઈ જતા હોય છે. સ્પોર્ટસ એક્ટિવિટી દરમિયાન પરસેવો ખુબ થાય છે અને એમા પાછુ શરીરમાંથી પાણી નિકળી જાય એટલે મસલ્સ ખેંચાઈ જાય છે. આ શબ્દ પર ભલે હમણા વધારે ભાર મુકાઈ રહ્યો છે પણ તેનું ચલણ હંમેશાથી ચાલતુ આવ્યુ જ છે.

શરીરમાં પોટેશિયમનું લો લેવલ પણ જવાબદાર

ક્રેમ્પ માટે ડિહાઈડ્ર્રેશનને જ એકલા જવાબદાર ગણાવાય તેમ પણ નથી. શરીરમાં પોટેશિયમની ઉણપને કારણ પણ તકલીફો ઉભી થઈ શકે છે. જણાવવું રહ્યું કે પોટેશિયમ મસલ્સ તેની કોશિકાઓ અને નર્વસ સિસ્ટમ પર પકડ ધરાવે  છે. એટલે કે પોટેશિયમની ઓઅસર મસલ્સના સંકોચનથી લઈ મગજના જ્ઞાનતંતુઓ દ્વારા અપાતા સંકેતોમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં તેની ઉણપથી સ્નાયુઓ ખેંચાઈ જવાની સ્થિતિ સર્જાતી રહેતી હોય છે.

શું કરવું જોઈએ?

જો અગર તમારા પગમાં ક્રેમ્પની સ્થિતિ છે તો પગને સ્ટ્રોચિંગ કરવા જરૂરી છે. આ માટે ડાયેટ પ્લાનને પ્રોપર બનાવવો જોઈએ. આહારમાં પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ યુક્ત ખોરાકનો સમાવેશ કરો. પોતાને શક્ય તેટલું હાઇડ્રેટેડ રાખવાનો પ્રયાસ કરો તો ક્રેમ્પની સ્થિતિમાં જલ્દી છુટકારો મેળવી શકો છો.


Related Posts

Load more