સ્પાઈસજેટના ટોઈલેટમાં 1 કલાક સુધી પેસેન્જર ફસાયો, DGCAએ તપાસના આદેશ આપ્યા

By: nationgujarat
17 Jan, 2024

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન મુંબઈથી બેંગલુરુ જતી ફ્લાઈટના ટોઈલેટમાં સ્પાઈસ જેટના પેસેન્જર ફસાઈ જવાની ઘટનાની તપાસ કરી રહી છે. એક અધિકારીએ બુધવારે આ જાણકારી આપી. શૌચાલયના દરવાજાના લોકમાં ખામી હોવાના કારણે મંગળવારે આ ઘટના બની હતી. અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ આ મામલાની તપાસ કરી રહી છે.

અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટના મેઈન્ટેનન્સ સંબંધિત સમસ્યા અથવા અન્ય કોઈ કારણોસર થઈ શકે છે. રેગ્યુલેટર તમામ શક્યતાઓ જોઈ રહ્યું છે.

સ્પાઈસજેટના પ્રવક્તાએ બુધવારે જણાવ્યું હતું કે, “16 જાન્યુઆરીએ મુંબઈથી બેંગલુરુ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં એક પેસેન્જર કમનસીબે દરવાજાના લોકમાં ખામીને કારણે લગભગ એક કલાક સુધી ટોઈલેટની અંદર અટવાઈ ગયો હતો. તે સમયે વિમાન હવામાં હતું.પ્રવક્તાએ કહ્યું કે યાત્રીને સંપૂર્ણ રકમ પરત કરવામાં આવી રહી છે.


Related Posts

Load more