દેવાયત ખવડની કાર ઉપર હુમલા કેસમાં વધુ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આ મામલે હવે એક CCTV સામે આવ્યા છે. જોકે અહીં ચોંકાવનારી વાત તો એ છે કે, લોકસાહિત્યકાર દેવાયત ખવડે જ CCTV જાહેર કર્યા છે. નોંધનિય છે કે, અગાઉ આયોજકે દેવાયત ખવડને 8 લાખ રૂપિયા આપ્યાનો દાવો કર્યો હતો. જોકે ખવડે આયોજક પાસેથી એકપણ રૂપિયો ન લીધાનો દાવો કર્યો હતો. આ તરફ હવે CCTV વીડિયોમાં ખવડના દાવા પ્રમાણે હાથમાં રોકડા રૂપિયા જોવા મળી રહ્યા છે.દેવાયત ખવડની કાર પર હુમલા કેસમાં ખવડે CCTV ફૂટેજ જાહેર કર્યા છે. નોંધનિય છે કે, સમગ્ર મામલે પોલીસે હજુ ફરિયાદ નથી લીધી. આ તરફ દેવાયત ખવડની ગાડી હજુ પણ ગાયબ છે. આ પહેલા આયોજકે ખવડને 8 લાખ રૂપિયા આપ્યાનો દાવો કર્યો હતો. જોકે આયોજકના દાવા વચ્ચે ખવડે CCTV ફૂટેજ કર્યા જાહેર કર્યા છે. CCTVમાં ખવડના દાવા પ્રમાણે તેના હાથમાં રોકડા રૂપિયા દેખાઈ રહ્યા છે. આ તરફ આયોજક પાસેથી 1 પણ રૂપિયો ન લીધો હોવાનો ખવડનો દાવો છે.
ગઇકાલે વાયરલ થઈ હતી ઓડિયો ક્લિપ
દેવાયત ખવડને સાણંદ પાસે થયેલ માથાકૂટને લઈ હવે બે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જોકે VTV ગુજરાતી આ ઓડિયો ક્લિપની કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી. પ્રથમ ઓડિયો ક્લિપમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને આયોજક ડાયરાની તારીખને લઈ ચર્ચા કરી રહ્યા છે. આ તરફ અન્ય એક ઓડિયો ક્લિપમાં દેવાયત ખવડ અને આયોજક ભગવતસિંહની વાતચીત છે. જેમાં ખવડ અને આયોજક વચ્ચે ગાડીના કાચ તોડવાને લઈ વાતચીત સંભળાઈ રહી છે. આ વાયરલ ઓડિયો ક્લિપમાં દેવાયત ખવડે ભગવતસિંહને ખુલ્લી ધમકી આપતા કહ્યું છે કે, હવે મારે બાજવું છે તમે તૈયાર રહેજો.
લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં કાર પર હુમલા અંગે લોકકલાકાર દેવાયત ખવડ અને તેમના ડ્રાઇવરની મોટી પ્રતિક્રિયા સામે આવી છે. દેવાયત ખવડે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં પોતાના ડ્રાઇવરને આખો દિવસ બેસાડી રાખવામાં આવ્યા છતા ચાંગોદર પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો આરોપ મુક્યો છે. આ સાથે કારના કાચ તોડી ડ્રાઈવર પર હુમલો કરીને કાર જપ્ત કરી લેવામાં આવી હોવાનું જણાવ્યું છે. જ્યારે તેમના ડ્રાઇવર કાનભાઇએ કહ્યું છે કે, સનાથલ ભગવત સિંહને ત્યાં ડાયરો હતો અને રસ્તામાં ભગવતસિંહ,રામભાઈ, ધ્રુવરાજસિંહ અને બ્રિજરાજસિંહ સહિતના શખ્શોએ ગાળાગાળી કરી હતી તથા હુમલો કરીને કાર અને 5 લાખ રોકડ ટોળકીએ જપ્ત કર્યા હોવાનો તથા પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો આક્ષેપ કર્યો છે.
શું છે ઓડિયો ક્લિપમાં ?
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલ ઓડિયો ક્લિપમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને આયોજક ભગવતસિંહ વાત કરી રહ્યા છે. ઓડિયો ક્લિપની શરૂઆતમાં ભગવતસિંહ ખવડને કહી રહ્યા છે કે, શું મે કર્યું છે ભાઈ ? જેના જવાબમાં દેવાયત ખવડ કહે છે કે, મારી ગાડીનો કાચ ફોડ્યો, મારે કલાક કદાચ મોડું થયું, મે પૈસામાં નહીં પણ સંબંધમાં હા પાડી, અને તમે ગાડી આડી ઊભી રાખી અને ગાડીની ચાવી લઈ લીધી. આ દરમિયાન આયોજક કહે છે કે, મારા બે લવ કુશના સોંગધ જો હું એવું હલકું કૃત્ય કરતો હોય તો… આ તરફ ખવડ કહે છે કે, તમારો ભત્રીજો હારે હતો, તમે થાર આડી ઊભી રાખી દીધી, તમે કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે. હું બોલ બચ્ચન નથી. પ્રોગ્રામ ગયા….@@…..@@.. હું સંબંધમાં હા પાડીને આવ્યો હતો, હવે તમે તૈયારીમાં ન રહો તો માતાજીના સમ છે.આ સાથે દેવાયત ખવડે કહ્યું, મારી ગાડીનો કાચ ફોડ્યો, તમે મેઘરાજને બોલાવ્યો… આ થાર કોની છે ? રામ ભાઈની છે ને થાર … તમે અત્યારે આબરૂ કોની કાઢી ? જેના જવાબમાં આયોજક કહે છે કે, ભાઈ તમે કહો એની સોગંધ જો કાચ તોડ્યો હોય તો.. આ તરફ ખવડ કહે છે કે, ભગવત સિંહ કાચ ફોડી નાખ્યો અને ગાડી મારી લઈ લીધી અને છેક ટોલનાકેથી ગાડી પાછી લઈ ગયા.. તમે દેવાયત ખવડની ગાડી પાછી લઈ ગયા. હું કાઠી દરબાર છું…. મારી આબરૂની..@@….@@.. આ સાથે ખવડ કહી રહ્યા છે કે, હું કલાક મોડો પડ્યો… મે તમારે ત્યાં આવી ને તો ખાધું.. હું હલકો થોડી છું. અને કદાચ મારે મોડું થયું તો તમારે એમ કહેવાનું હતું કે, દેવાયત ભાઈ હું વાટે બેઠો તમે આવો ગમે તેટલા વાગે.. આ તરફ આયોજક કહે છે કે, કેટલા ફોન કર્યા મે.. તો દેવાયત ખવડ કહે છે કે, હું ગાવા બેઠો હતો મારા છોકરાની સોગંદ. હું નીકળ્યો 150-150 ગાડી હાંકૂ છું ડિફેન્ડર. મેઘરાજસિંહ નો ફોન આવ્યો તો પણ મે કીધું હું પહોંચું છું અસલાલી આવ્યો. આ તરફ છેલ્લે આયોજક કહે છે કે, પતિ ગયું ને હવે તમારે શું કરવાનું છે ? જેના જવાબમાં દેવાયત ખવડ કહે છે કે, મારે બાજવાનું છે. એ ગાડી પડી.. આપડે લડી લેશું બે ભાઈ….મારે નથી ગાડી જોઈતી. જે બાદમાં ખવડ આયોજકને કહે છે કે, તમે તૈયારીમાં રહેજો ફૂલ.આ તરફ હવે હવે દેવાયત ખવડ અને આયોજકની વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં કાર્યક્રમના આયોજન માટે તારીખ નક્કી કરવાને લઈ વાતચીત કરાઇ રહી છે. જેમાં દેવાયત ખવડ કહે છે કે, તમે મને 21 તારીખનો ફોન કર્યો તો પણ મે 21 તારીખ લઈ લીધી છે બનાસકાંઠાની, મારે દેવપગલી કલાકાર છે એમની તારીખ લીધેલી છે. જે બાદમાં આયોજક 20 તારીખનું કહે છે. જે બાદમાં ખવડ કહે છે કે, 20 તારીખનું કરી નાખો. આ ઓડિયો ક્લિપમાં છેલ્લે ગોપાલ સાધુનું પણ નામે આવે છે. જોકે આ બંને ઓડિયો ક્લિપની VTV ગુજરાતી કોઈ પણ પ્રકારે પુષ્ટિ કરતું નથી.