દિલ્લી – એઇમ્સ હોસ્પિટલમાં આગ લાગી,8 ફાયર ફાઇટર ઘટના સ્થળે

By: nationgujarat
07 Aug, 2023

દિલ્હીથી સમાચાર આવી રહ્યા છે કે એઇમ્સ હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે અને 8 ફાયર ફાયટર ઘટના સ્થળે કામગીરીમાં છે. જો કે કોઇ મોટી દુર્ઘટના ના સમાચાર નથી. આગ કેવી રીતે લાગી છે તેનું કારણ જાણવા મળ્યુ નથી. દર્દીઓને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા છે ફાયર વિભાગ દ્વારા આગને ઝડપથી કાબુમાં લેવાનો પ્રયાસ થઇ રહ્યો છે એઇમ્સ જેવી હોસ્પિટલમાં આગલ લાગે તે ચિંતા જનક છે. હોસ્પિટલના એન્ડોસ્કોપી રૂમમાં લાગી છે આગ. જો કે કોઇ દર્દીને નુકશાન થયાના સમાચાર નથી.મળતી માહિતી મુજબ, આગની અપડેટ 11.54 વાગ્યે આપવામાં આવી હતી, ત્યારબાદ 6 ફાયર બ્રિગેડની ટીમો પહોંચી હતી. ઈમરજન્સી વોર્ડ પાસેના એન્ડોસ્કોપી રૂમમાં આગ લાગી હતી. બીજા માળે આવેલી જૂની ઓપીડીમાં આ જગ્યાએથી દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા છે.

 

સમચાર અપડેટ થઇ રહ્યા છે …..


Related Posts