PM ની ફ્રાંસ યાત્રાથી ભારતીય સેનાની તાકત વધશે ?

By: nationgujarat
10 Jul, 2023

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 થી 16 જુલાઈ સુધી ફ્રાંસના પ્રવાસે જઈ રહ્યા છે. એવી અપેક્ષા છે કે આ સમય દરમિયાન ભારત સરકાર 26 રાફેલ-એમ અને ત્રણ સ્કોર્પિન સબમરીન ખરીદવા માટે ફ્રાન્સ સાથે ડીલ કરી શકે છે. આ ડીલ લગભગ 96 હજાર કરોડ રૂપિયાની હશે. રાફેલ એમ એટલે કે રાફેલ મરીન ફાઈટર જેટ. 26 Rafale-M ફાઈટર જેટમાંથી 22 ફાઈટર જેટ સિંગલ સીટર હશે. જ્યારે ચાર ડબલ સીટર ટ્રેનિંગ ફાઇટર હશે. તેમની ડીલ 90 હજાર કરોડમાં થશે. આ સિવાય પ્રોજેક્ટ 75 હેઠળ ત્રણ વધારાની સ્કોર્પિન ક્લાસ સબમરીન ભારતમાં લાવવામાં આવશે. રાફેલ-એમ ફાઈટર જેટ ભારતીય નૌકાદળના એરક્રાફ્ટ કેરિયર્સ પર તૈનાત કરવામાં આવશે.

ભારતીય નૌકાદળ પાસે હાલમાં ફાઇટર જેટ અને સબમરીનનો અભાવ છે. આ ડીલ તરત જ પૂર્ણ કરવામાં ફાયદાકારક રહેશે. રાફેલ-એમ ફાઇટર જેટ INS વિક્રાંત અને INS વિક્રમાદિત્ય પર તૈનાત કરવામાં આવશે. જ્યાં મિગ-29 ફાઈટર જેટ પહેલેથી જ તૈનાત છે. ફ્રાન્સમાં આ ડીલની જાહેરાત પહેલા ભારતની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ આગામી થોડા દિવસોમાં તેને લીલી ઝંડી આપશે.

શું છે ખાસિયત ?

Dassault Rafale Marine ની મહત્તમ સ્પીડ મેક 2 છે. એટલે કે 2469.6 કિલોમીટર પ્રતિ કલાક. રાફેલની રેન્જ 3700 કિલોમીટરથી વધુ છે. રાફેલ મરીન આકાશમાં મહત્તમ 55 હજાર ફૂટની ઊંચાઈએ ઉડી શકે છે.રાફેલ 30 mm કેલિબરની GIAT 30M/719B તોપથી સજ્જ છે, જ્યારે હોર્નેટ 20 mm કેલિબરની M61A1 વલ્કન તોપથી સજ્જ છે


Related Posts

Load more