Dandiya Dhamal 2023: ઉમિયા ફાર્મ ખાતે ખેલૈયાઓ બોલાવશે રમઝટ, આયોજકોએ કરી છે ખાસ વ્યવસ્થા

By: nationgujarat
11 Oct, 2023

નવલી નવરાત્રી એટલે નવ રાત્ર અને દસ દિવસ દરમ્યાન શક્તિરૂપ 9 માતાજીઓની પૂજા અને અર્ચનાનો ઉત્સવ.નવરાત્રીએ નવ દિવસ ગરબા રમી માતાજીની આરાધનાનું પર્વ છે અને ગુજરાતીઓની આગવી ઓળખ છે. નવરાત્રીનુ આ પર્વ શક્તિ,ભક્તિ સાથે આનંદ કરવાનો પણ છે. ખેલૈયાઓ ગરબા રમી માતાજીની આરઘના થકી ધન્યતા મેળવે છે. ગુજરાતીઓના ગરબા વિશ્વભરમાં જણીતા અને આજે દેશ વિદેશમાં નવરાત્રીનો મહિમા વધી રહ્યો છે. નવરાત્રી હોય અને  યુવાનો ગરબે ન ઝુમે તેમ ક્યાથી બને. ખેલૈયાઓ સોસાયટી અને શેરીઓમાં તેમજ પાર્ટી પ્લોટમાં પરિવાર અને મિત્રો સાથે ગરબા રમી માતાજીની ભક્તિ સાથે આનંદ ઉલ્લાસથી નવરાત્રીની ઉજવણી કરે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલૈયાઓ માટે અમદાવાદના વિવિધ પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે ખેલૈયાઓ માટે Siddhi Vinayak Events & Holidays  તેમજ  M Zone World Event અને yorami  દ્વારા Ahmedabad Filmcity Dandiya Dhamal 2023 નું ઉમિયા ફાર્મ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ જગ્યામાં  ખેલૈયાઓ ગરબે ધૂમે તે માટે દરેક સુવિધાઓ નું ધ્યાન રાખવામાં આવ્યું છે  આયોજકો દ્વારા સારા ગાયક કલાકાર કે જેઓ ખેલૈયાઓને મન મુકીને ગરબે ધુમાવી શકે  અને પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓને કોઇ અસુવિધા ન થાય  તે માટે પાર્કિગની પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે જે અમદાવાદના ઘણા પાર્ટી પ્લોટમાં હોતી નથી .ખેલૈયાઓ માટે ખાસ ફુડ કોર્ટની પણ વ્યવસ્થા છે જેથી ખેલૈયાઓ અવનવી સુપર સ્પેશિયાલિસ્ટ વાનગીઓની મોજ પણ માણી શકે  . નવરાત્રીને શરૂ થવામાં ગણતરીના દિવસ બાકી છે તો તમે પણ આ ઇવેન્ટના પાસ ઝડપથી કલેકટ કરી લે જો. આયોજકો દ્વારા પાસની કિંમત પણ એટલી નોમીનલ રાખી છે કે જેથી કરીને યુવા ખેલૈયાઓ મોટી સંખ્યામાં તેમના મિત્રો સાથે કે પરિવારના સભ્યો સાથે ગરબે રમવા આવી શકે. તો તમે ઝડપથી ગરબાના પાસ કલેકટ કરી એક વખતો આ ઇવેન્ટમાં ચોક્કસ ભાગ લેજો.

ખરીદીની તૈયારીઓ

અમદાવાદમાં નવરાત્રિની ઉજવણીને લઈ ખેલૈયાઓ તૈયારી આરંભી દીધી છે. નવરાત્રિના કપડાને લઈ શહેરના કોટ વિસ્તારમાં ધૂમ ખરીદી ચાલી રહી છે. ચણિયાચોળી, કેડીયા, અલંકારો સહિતની વસ્તુઓ ખરીદવા ભીડ જામી છે. રાજ્યભરના લોકો નવરાત્રિને લઈ અમદાવાદમાં ખરીદી કરવા ઉમટ્યાં છે. જેને લઈ ભરતવાળી, કચ્છી, અને ડિઝાઈનર ચણિયાચોળીની બજારમાં માગ વધી છે.

સરકારનો નિયમ

દર વર્ષની જેમ આ વર્ષે પણ સરકારે ગરબ અંગે ગાઇડલાઇન જાહેર કરી છે અને રાત્રીના 12 વાગ્યા સુધી પાર્ટી પ્લોટમાં ગરબા થઇ શકશે. અમદાવાદમાં 50થી વધુ પાર્ટીપ્લોટ અને ક્લબોમાં ગરબાનું આયોજન કરાયું છે. ત્યારે ગરબા આયોજકો માટે પોલીસે 12 મુદ્દાની ગાઈડલાઈન્સ બહાર પાડી હતી.  જેમાં પોલીસ પરમિશન લેવા માટે ફાયર સેફ્ટી, ગર્વમેન્ટ ઓથોરાઈડ્ઝ ઈલેક્ટ્રિશનનું પ્રમાણપત્ર, આર્ટિસ્ટનું સંમતિ પત્ર, મહિલા અને પુરુષ સિક્યોરિટી ગાર્ડની સંખ્યા સાથેની વિગતો ફરજીયાત આપવી પડશે. સાથે જ આયોજનના સ્થળે ટ્રાફિક જામ ન થાય તે માટે 100 મીટર દૂર પાર્કિંગની વ્યવસ્થા કરવા સૂચના આપી દેવામાં આવી છે.

નવરાત્રી પૂજા તથા માતાજીની આરાધના

નવરાત્રીનો પહેલો દિવસ:

આ દિવસે માતા શૈલપુત્રીની પૂજા થાય છે. માતા શૈલપુત્રી હિમાલય રાજની પુત્રી છે. માતાના આ સ્વરૂપની સવારી નંદી છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ છે અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે. આ દિવસે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવામાં આવે છે.

નવરાત્રીનો બીજો દિવસ:

આ દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. માતા બ્રહ્મચારિણી માતા દુર્ગાનું જ સ્વરૂપ છે. એવી માન્યતા છે કે જ્યારે માતા પાર્વતી કુંવારા હતા ત્યારે તેમનું બ્રહ્મચારિણી રૂપ જાણીતું બન્યું હતું. માતા બ્રહ્મચારિણીના એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં જાપમાળા છે. આ દિવસે લીલા રંગના કપડાં પહેરવા જોઈએ.

નવરાત્રીનો ત્રીજો દિવસ:

આ દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા થાય છે. પૌરાણિક માન્યતા પ્રમાણે માતા પાર્વતી અને ભગવાન શિવના વિવાહ દરમિયાન તેમનું આ નામ ચંદ્રઘંટા પડ્યું હતું. શિવના મસ્તક પર અર્ધ ચંદ્ર આ વાતનો સાક્ષી છે. આ દિવસે ભૂરા રંગના કપડાં પહેરી શકાય.

નવરાત્રીનો ચોથો દિવસ:

આ દિવસ માતા કુષ્માન્ડાની પૂજાનું વિધાન છે. શાસ્ત્રોમાં માતાના આ સ્વરૂપનું વર્ણન  કંઈક એ પ્રમાણે કરવામાં આવે છે કે માતા કુષ્માન્ડા સિંહની સવારી કરે છે. અને તેમની આઠ ભુજાઓ છે. માતાના આ રૂપના કારણે પૃથ્વી પર હરિયાળી છે. માતા કુષ્માન્ડાને નારંગી રંગ પસંદ છે.

નવરાત્રીનો પાંચમો દિવસ:

આ દિવસે માતા સ્કંદમાતાની પૂજા થાય છે. માતા પાર્વતીના પુત્ર કાર્તિકેયનું એક નામ સ્કંદ પણ છે. આથી સ્કંદ માતા હોવાના કારણે માતાનું આ નામ પડ્યું છે. માતાના આ સ્વરૂપમાં ચાર ભુજાઓ છે. માતા પોતાના પુત્રને લઈને સિંહની સવારી કરે છે. આ દિવસે સફેદ રંગ પહેરવો શુભ માનવામાં આવે છે. આ દિવસે લાલ રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે.

નવરાત્રીનો છઠ્ઠો દિવસ:

આ દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. માતા કાત્યાયની દુર્ગા માતાનું ઉગ્ર સ્વરૂપ છે. જે સાહસનું પ્રતીક છે. માતા સિંહ પર સવાર હોય છે અને તેમની ચાર ભુજાઓ છે. આ દિવસે નીલો રંગ શુભ મનાય છે.

નવરાત્રીનો સાતમો દિવસ:

આ દિવસે માતા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. આ માતાનું ઉગ્ર સ્વરૂપ છે. પૌરાણિક કથા પ્રમાણે જ્યારે માતા પાર્વતીએ શુંભ-નિશુંભ રાક્ષસોનો વધ કર્યો હતો ત્યારે તેમનો રંગ અશ્વેત થઈ ગયો હતો. આ દિવસે ગુલાબી રંગના કપડાં પહેરી શકાય.

નવરાત્રીનો આઠમો દિવસ:

આ દિવસે માતા મહાગૌરીની આરાધના કરવામાં આવે છે. માતાનું આ રૂપ શાંતિ અને જ્ઞાનનું પ્રતીક છે. આ દિવસે અષ્ટમી પણ ઉજવવામાં આવશે

નવરાત્રીનો નવમો દિવસ:

આ દિવસ માતા સિદ્ધિદાત્રીને સમર્પિત છે. એવી માન્યતા છે કે જ્યારે કોઈ માતાના આ રૂપની આરાધના કરે છે કે તેને બધા પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. માતા સિદ્ધિદાત્રી કમળના ફૂળ પર બિરાજમાન છે. આ દિવસે રીંગણી રંગના કપડાં પહેરવા શુભ મનાય છે.


Related Posts

Load more