IPL MATCH – 14 વર્ષનું ટાબરિયું GT ને હરાવી ગયું, 38 બોલમાં 101 રન ની તોફાની બેટીંગ કરી

By: nationgujarat
28 Apr, 2025

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની 47મી મેચમાં, ગુજરાત ટાઇટન્સ (GT) આજે રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાઇ હતી. આ મેચ સૌ કોઇ ભારતીયને યાદગાર રહેશે કારણ કે 35 બોલમાં 100 રન કર્યા છે 14 વર્ષના વૈભવ સુર્યવંશીએ. વૈભવી બીજો ખિલાડી છે જેને ઝડપી સદી કરી હોય ગીલ પછી વૈભવ સુર્યવંશીએ રેકોર્ડ કર્યો છે તેને ફકત 35 બોલમાં 100 રન કર્યા છે. આઇપીએલ જેવી મેચમાં 14 વર્ષનો ખિલાડી દિગ્ગજ બોલરોને એવા ફટકા મારતો હતો કે જાણે પહેલેથી સેટ થઇ ને ક્રીઝ પર આવ્યો હોય. વૈભવની તોફીની બેટીંગ જોઇને તો સચિન તેડુલકરની યાદ આવી ગઇ હશે જે જુસ્સા સાથે જે ડેરીગ થી બેટીંગ કરી છે ગજબ બેટીગ હતી તમે પણ ન જોઇ હોય તો જોઇ લે જો. વૈભવની સદી થતા જ રાહુલ દ્વવિડ પણ ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા. વૈભવની આ ત્રીજી મેચ છે જેમા વિશ્વભરના ક્રિકેટ ફેન્સ આજે તેની બેટીગ જોઇને દગ રહી ગયા હશે

210 રનના ટાર્ગેટના જવાબમાં રાજસ્થાનની શરૂઆત શાનદાર રહી હતી. વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલે ઓપનર તરીકે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. 14 વર્ષના વૈભવે માત્ર 17 બોલમાં 6 સિક્સરની મદદથી ફિફ્ટી ફટકારી હતી. પરંતુ આ પછી પણ વૈભવ રોકાયો નહીં અને માત્ર 35 બોલમાં સદી ફટકારી. આ દરમિયાન વૈભવના બેટમાંથી 11 છગ્ગા અને 7 ચોગ્ગા આવ્યા હતા.

ટોસ બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાતે શાનદાર શરૂઆત કરી હતી. શુભમન ગિલ અને સાઈ સુદર્શને દરેક બોલરનો સામનો કર્યો. ગિલે આક્રમક બેટિંગ કરી હતી અને 29 બોલમાં અડધી સદી ફટકારી હતી. બીજા છેડેથી સુદર્શને પણ સિક્સર અને ફોરનો વરસાદ કર્યો હતો. 10 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 92-0 હતો. ગુજરાતને 11મી ઓવરમાં શરૂઆતનો ફટકો પડ્યો જ્યારે સાઈ સુદર્શન તિક્ષાના દ્વારા આઉટ થયો. સુદર્શને 39 રનની ઇનિંગ રમી હતી. આ પછી બટલર અને ગિલે ચાર્જ સંભાળ્યો. બંને તરફથી જોરદાર બેટિંગ થઈ હતી. ગુજરાતનો સ્કોર 15 ઓવરમાં 150ને પાર કરી ગયો હતો. ગિલની વિકેટ 17મી ઓવરમાં પડી હતી. ગિલે 50 બોલમાં 84 રનની ઇનિંગ રમી હતી. આ પછી બટલરે પણ ફિફ્ટી ફટકારી. જેના આધારે ગુજરાતે રાજસ્થાનને 210 રનનો ટાર્ગેટ આપ્યો હતો.


Related Posts

Load more