કેન્દ્રીય કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, સમાચાર વાંચશો તો ખુશ થઇ જશો

By: nationgujarat
12 Oct, 2023

કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર દિવાળી પહેલા મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી શકે છે. 7મા પગાર પંચ હેઠળ, સરકાર ટૂંક સમયમાં પેન્શનરો અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત સંબંધિત મોટી જાહેરાત કરી શકે છે તેમ વિશ્વસનીય સુત્રએ જણાવ્યું છે.

જો કે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી, પરંતુ એવી અટકળો છે કે તેની જાહેરાત આ મહિને થઈ શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર DAમાં 4 ટકાનો વધારો કરી શકે છે. આ સાથે, DA વર્તમાન 42 ટકાથી વધીને 46 ટકા થઈ શકે છે. જો કે, અંતિમ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવશે અને તે કેબિનેટની મંજૂરીને આધીન રહેશે.

ધારો કે હાલમાં કોઈની બેઝિક સેલરી 18,000 રૂપિયા પ્રતિ માસ છે, તો 42 ટકા DA પ્રમાણે તેને દર મહિને DA તરીકે 7560 રૂપિયા મળી રહ્યા છે. જો DA વધીને 46 ટકા થાય છે તો તેની રકમ 8280 રૂપિયા થઈ જશે. એટલે કે પગારમાં 720 રૂપિયાનો વધારો થશે.

તે જાણીતું છે કે દેશમાં વધતી મોંઘવારીની અસરને ઘટાડવા માટે સરકાર દ્વારા કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. મોંઘવારી ભથ્થામાં વધારાને કારણે દેશના લાખો કર્મચારીઓનો પગાર વધે છે. આ તેમના મૂળભૂત પગારનો એક ભાગ છે. દેશમાં મોંઘવારી વધે તો સરકાર ડીએમાં પણ વધારો કરે છે. મોંઘવારી રાહત (DR) એ કેન્દ્ર સરકાર દ્વારા પેન્શનરોને આપવામાં આવતો લાભ છે.


Related Posts