CM કેજરીવાલ વડાપ્રધાનની ડિગ્રી માગવાના કેસમાં મેટ્રોકોર્ટમાં હાજર ન રહ્યાં

By: nationgujarat
13 Jul, 2023

વડાપ્રધાનની ડિગ્રી માગવાના કેસમાં ચુકાદો આવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજયસિંહે વડાપ્રધાનની ડિગ્રી અંગે વિવાદિત ટ્વીટ કર્યા હતા. આથી ગુજરાત યુનિવર્સિટીએ બન્ને સામે બદનક્ષીની ફરિયાદ દાખલ કરી હતી. જેની આજે મેટ્રોકોર્ટમાં સુનાવણી હતી. જેમાં કેજરીવાલ તરફથી રજુઆત કરાઇ હતી કે, દિલ્હીના CM કેજરીવાલ અને MP સંજયસિંહ દિલ્હીમાં પૂરની પરિસ્થિતિને લઈ મેટ્રોકોર્ટમાં હાજરી આપી શક્યા નહોતા. હવે 26 જુલાઈએ હાજર રહેવા સાથે વધુ સુનાવણી હાથ ધરાશે.

ટ્વીટમાં ગુજરાત યુનિવર્સિટીનો પણ ઉલ્લેખ કર્યો હતો
ગુજરાત હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીના મુદ્દાના કેસ પર 31 માર્ચ, 2023એ ચુકાદો આપતા પૂર્ણ વિરામ મૂક્યું હતું અને ફરિયાદીને ડિગ્રી ન બતાવવા જણાવ્યું હતું. ત્યારબાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 1 એપ્રિલ, 2023ના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને વડાપ્રધાનની ડિગ્રી પર અયોગ્ય શબ્દો ઉચ્ચાર્યા હતા. આ બાબત ટ્વીટર હેન્ડલ પર પણ મૂકવામાં આવી હતી. બીજા દિવસે 2 એપ્રિલના રોજ સંજયસિંહે પણ વડાપ્રધાનની ડિગ્રીને લઈને પ્રેસ કરી હતી. તેમજ ટ્વીટર હેન્ડલ પર વિગતો મૂકી હતી. આ પ્રેસ અને ટ્વીટમાં ગુજરાત યુનિવર્સિટીનો પણ ઉલ્લેખ કરાયો છે.

યુનિવર્સિટી વતી કુલ સચિવ ડો. પિયુષ પટેલે મેટ્રો કોર્ટમાં ઇન્ડિયન પીનલ કોડ 500 અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીએ બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી. આજે તેની પર અમદાવાદ મેટ્રો કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં અરવિંદ કેજરીવાલ તરફી રજુઆત થઈ હતી કે, દિલ્હીમાં ભારે વરસાદને પગલે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. દિલ્હીમાં ઇમરજન્સી મિટિંગનો દૌર ચાલી રહ્યો છે. જેને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના સાંસદ સંજયસિંહને મિટિંગમાં ઉપસ્થિત હોવાને લઈને તેમને આજની હાજરીમાંથી મુક્તિ આપવામાં આવે. આ મુદ્દે યુનિવર્સિટીના વકીલ દ્વારા પણ કોઈ વાંધો લેવાયો નહોતો.જરીવાલે રિવ્યુ પિટિશન દાખલ કરી હતી
ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી ઉપલબ્ધ નથી. તેને લઈને અરવિંદ કેજરીવાલે ગુજરાત હાઇકોર્ટના 31 માર્ચ, 2023ના ચુકાદા સંદર્ભે રિવ્યુ પિટિશન દાખલ કરી છે. જેની સુનાવણી 21 જુલાઈએ હાથ ધરાશે. આ સંદર્ભે અરવિંદ કેજરીવાલના વકીલ દ્વારા મેટ્રો કોર્ટના કેસની સુનાવણી 21 જુલાઈ બાદ અને ઓગસ્ટના પહેલ અઠવાડિયામાં રાખવા વિનંતી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટના 2018ના આદેશ પ્રમાણે ધારાસભ્યો અને સાંસદ સભ્યો સામેના કેસની સુનાવણી સમયસર અને ઝડપી ચલાવવા તથા તેનો રિપોર્ટ કરવા આદેશ કર્યો છે. જેથી 15 દિવસમાં તેની સુનાવણી કરવી પડે આથી કોર્ટે આરોપીઓને 26 જુલાઈએ હાજર રહેવા અને વધુ સુનાવણી નક્કી કરી છે


Related Posts