જમ્મુ-કાશ્મીરના ડોડાથી એક ભયાનક બસ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં મુસાફરોથી ભરેલી બસ ખાડામાં પડી છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં બસમાં મુસાફરી કરી રહેલા 36 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુઃખદ ઘટના બાદ વહીવટીતંત્ર દ્વારા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત બસમાં 55 મુસાફરો હતા અને આ બસ જમ્મુથી કિશ્તવાડ જઈ રહી હતી. જોકે, રસ્તામાં જ અસાર વિસ્તારમાં જ બસને ભયાનક અકસ્માત થયો હતો. વહીવટીતંત્રે ઘાયલ મુસાફરોને ડોડા જિલ્લા સરકારી હોસ્પિટલ અને કિશ્તવાડ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
પીએમ મોદીએ ડોડામાં બસ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના ડોડામાં બસ દુર્ઘટના દુઃખદ છે. જે પરિવારોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દીથી જલ્દી સ્વસ્થ થઈ જાય. પીએમએ વધુમાં કહ્યું કે દરેક મૃતકોના પરિવારને PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.