Related Posts
27 th ઓક્ટોબર , અમદાવાદ
વાવાઝોડું અને વરસાદ : અરબી સમુદ્ર માં ઉદભવેલા ચક્રવાત રૂપી વાવઝોડા ની અસર અમદાવાદ માં અડધિ રાત્રે 2 વાગ્યે જોવા મળી છે . અમદાવાદ ના અમુક વિસ્તાર માં શરુ થયો વરસાદ.
હવામાન નિષ્ણાત અંબાલા પટેલ તેમજ હવામાન વિભાગ દ્વારા અમદાવાદ માં હળવા થી ભારે વરસાદ પડી શકે છે એવી આગાહી કરવામાં આવી હતી એ આગાહી સાચી પુરવાર થઇ છે.
ઇસનપુર અને વટવા માં વરસાદ : અમદાવાદ ના ઇસનપુર તેમજ વટવા વિસ્તારમાં અડધી રાત્રે 2 વાગ્યા ના સુમારે ધીમી ધારે વરસાદ પાડવાનો શરુ થયો છે. વરસાદ થી વાતાવરણ ઠંડુ તેમજ ભીની માટી ની ખુશ્બુ થી ખુશ્બૂદાર બન્યું છે.. બંને વિસ્તાર માં ધીમી ધારે વરસાદે વરસવાનું શરુ કર્યું છે .
એક બાજુ ગાઢનિંદ્રા અને વરસાદ : અમદાવાદ ના ઇસનપુર અને વટવા વિસ્તાર માં લોકો એકબાજુ ગાઢ નિંદ્રા માં છે તો બીજી બાજુ ધીમી ધારે વરસાદ પાડવાનો શરુ થયો છે.