Related Posts
રાજ્યમાં પ્રસંગોપાત ખાલી પડેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણીની તારીખોનુ એલાન કરી દેવાયુ છે. બે મહાનગરપાલિકાની ત્રણ બેઠક અને અલગ અલગ નગરપાલિકાની 29 બેઠક માટે 6 ઓગષ્ટે ચૂંટણી યોજાશે. જેની મતગણતરી 8 ઓગષ્ટે થશે. જો કે હજુ સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી બાકી છે.
તારીખોના એલાનની સાથે આજથી જાહેરનામુ અમલી બન્યુ છે. રાજ્યના ચૂંટણી પંચે આ ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. રાજ્યની બે મહાનગરપાલિકાની ત્રણ બેઠકો અને 18 નગરપાલિકાઓની 29 બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. જો કે હજુ સ્થાનિક સ્વરાજની સામાન્ય ચૂંટણીઓની તારીખોની જાહેરાત બાકી છે.