PM @ Gujarat – આશરે રૂ. 5,950 કરોડના મૂલ્યની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

By: nationgujarat
30 Oct, 2023

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 30 ઓક્ટોબરે મંગળવારે સોમનાથ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક મળશે. પીએમ મોદી 30 ઓક્ટોબર ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. ત્યારે ગાંધીનગરમાં રાજભવન ખાતે સાંજે 5 વાગ્યે સોમનાથ ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. જેમાં ટ્રસ્ટના અન્ય સભ્યો અમિત શાહ, પી.કે. લહેરી પણ બેઠકમાં હાજર રહેશે. બેઠકમાં સોમનાથ મંદિરના વિકાસ કાર્યોની સમીક્ષા કરાશે. સોમનાથ મંદિર સંકુલના વિકાસ કાર્યોનું બેઠકમાં મૂલ્યાંકન કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે સોમનાથ મંદિર ટ્રસ્ટના પ્રમુખ બન્યાનું પીએમ મોદીનું આ ત્રીજુ વર્ષ ચાલી રહ્યુ છે.

પીએમ મોદી તેમના ગુજરાત પ્રવાસની શરૂઆત જ અંબાજી માતાજીના દર્શનથી કરશે. પીએમની મુલાકાતને પગલે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવાઈ છે. અંબાજી મંદિર ખાતે સૂવર્ણ મંદિરના ગર્ભગૃહમાં પંચોકપચાર પૂજન કરી માતાજીના આશિર્વાદ મેળવશે. પીએમની મુલાકાતેને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. PMના આગમનને લઈને સમગ્ર વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં અનેક સંસ્થાના લોકો, અધિકારીઓ અને નેતાઓએ સફાઈ કરી શ્રમ દાન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની વતનની મુલાકાતે આવશે. આ મુલાકાતમાં વડાપ્રધાન મોદી વિકાસકાર્યોને લીલી ઝંડી આપશે તો નવા લોકાર્પણ પણ કરશે. રાજ્યને અંદાજે 6 હજાર કરોડના વિકાસ કામની ભેટ મેળશે. પીએમ મોદી તેમના પ્રવાસની શરૂઆત અંબાજીમાં માતાજીના દર્શન કરી કરશે.

તો વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં સોમનાથ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક પણ મળવાની છે. તો સરદાર પટેલની જન્મજયંતિ 31મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ રાષ્ટ્રીય એકતા પરેડનું નિરીક્ષણ કરશે. જેમાં ભારતના 17 રાજ્યોના 250થી વધુ NCC કેડેટ્સ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે. 7 ઓક્ટોબરથી જ આ કેડેટ્સે એકતા નગરમાં આવી તેમની કૃતિની પ્રેક્ટિસ શરૂ કરી હતી.

તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતમાં રૂપિયા 5,941 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમ મહેસાણા જિલ્લાના ડાભોડા ગામમાં યોજાશે. વિવિધ પ્રકલ્પોમાં ભારતીય રેલવે, ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન, જળ સંશધાન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ શહેરી વિકાસ વિભાગના વિકાસકાર્યો સામેલ છે.


Related Posts