રાવણ દહન પછી રાખ કેમ ઘરે લાવવામાં આવે છે? જાણો તેની પાછળનું રહસ્ય

By: Nation Gujarat Team
21 Oct, 2026

દશેરાના દિવસે રાવણ દહનની પરંપરા આખા દેશમાં જોવા મળે છે. ઘણી જગ્યાએ, રાવણના પૂતળાની સાથે કુંભકર્ણ અને મેઘનાદના પૂતળા પણ દહન કરવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં, રાવણના દહન પછી બચેલી રાખ ઘરે લાવવાની પ્રચલિત પરંપરા છે. આ પરંપરા વિશેની માન્યતાઓ પ્રદેશ પ્રમાણે અલગ અલગ હોય છે. કેટલાક લોકો રાખને દુષ્ટ શક્તિઓથી રક્ષણ, નકારાત્મકતા દૂર કરવા અને ઘરમાં સુખ અને સમૃદ્ધિની કામના સાથે જોડે છે. ચાલો આના વિશે વિસ્તારથી જાણીએ.

રાવણ દહન કર્યા પછી રાખ ઘરે લાવવાની પરંપરા કેમ છે?

સ્થાનીક માન્યતાઓમાં રાવણ દહન પછી વધેલી રાખ દુષ્ટતાના અંતનું પ્રતીક છે. લોકો માને છે કે, જેમ રાવણના અંતથી અધર્મ પર ન્યાયીપણાની જીત થઈ, તેવી જ રીતે રાખને ઘરે લાવવી એ દુષ્ટતામાંથી મુક્તિ અને સકારાત્મકતા તરફ પાછા ફરવાનું પ્રતીક છે

નકારાત્મક ઉર્જા અને ખરાબ નજરથી બચાવે

સનાતન પરંપરા અને લોક માન્યતાઓ અનુસાર રાવણ કોઈ સાધારણ વ્યક્તિ ન હતો. તે ચાર વેદોનો જ્ઞાની, પરમ જ્ઞાની અને પ્રચંડ શક્તિઓનો સ્વામી હતો. માનવામાં આવે છે કે, રાવણ દહન પછી તેની રાખ જો ઘરના પ્રવેશદ્વાર પર નાંખવામાં આવે અથવા એક સારી પોટલીમાં બાંધી રાખવામાં આવે તો ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે. આ સિવાય નાના બાળકોને ખરાબ નજરથી બચાવવા માટે આ રાખનું તિલક લગાવવામાં આવે છે.

તિજોરીમાં રાખ રાખવાથી આર્થિક તંગી દુર થાય છે

રાવણ દહનની રાખ સાથે જોડાયેલી એક પરંપરા ખુબ પ્રચલિત માન્યતા એ પણ છે કે, જો આ રાખ કોઈ લાલ કપડામાં થોડી બાંધી તમારી તિજોરીમાં અથવા ઘન રાખવામાં આવતા સ્થાન પર રાખવામાં આવે તો પૈસાની તંગી દુર થાય છે. આની પાછળ તર્ક કરવામાં આવે છે કે, રાવણની પાસે કુબરની પણ ધન સંપદા હતી અને તેની રાખમાં અહંકારના અંતનું પ્રતિક હોય છે. જે ખરાબ ખર્ચા પર લગામ લગાવે છે.

દશેરા પર રાવણ દહનનું ધાર્મિક મહત્વ શું છે?

દશેરા એટલે કે, વિજયાદશમી ભગવાન શ્રીરામની રાવણ પર વિજયનું પ્રતિક માનવામાં આવે છે. રામાયણની કથા અનુસાર રાવણે સીતા-માતાનું હરણ કર્યું હતુ. ત્યારબાદ ભગવાન રામે રાવણ સાથે યુદ્ધ કર્યું હતુ અને તેનો વધ કર્યો હતો તેમજ સીતા માતાને મુક્ત કર્યા હતા. આ ઘટનાની યાદમાં દશેરા પર રાવણ દહન કરવામાં આવે છે. રાવણનું પુતળું સળગાવવાથી સંદેશ માત્ર કોઈ એક વ્યક્તિની હાર સાથે જોડાયેલો નથી પરંતુ આ અહંકાર, ક્રોધ,લાલચ અને અધર્મ જેવી ખરાબ નજરને છોડવાની પ્રેરણા આપે છે.

શું રાવણ દહનની રાખ ઘરે લાવવી જરૂરી છે?

જ્યોતિષ માન્યતા અનુસાર, દશેરાની ઉજવણી માટે રાવણ દહનની રાખ ઘરે લાવવી જરૂરી માનવામાં આવતી નથી. આ માન્યતા કેટલાક પ્રદેશોમાં પ્રચલિત છે. તેથી, દશેરાના ધાર્મિક મહત્વને સમજવા માટે રાખ ઘરે લાવવી કે કોઈ ખાસ ધાર્મિક વિધિ કરવી જરૂરી માનવામાં આવતી નથી.

Disclaimer: આ સમાચારમાં રહેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. nationgujarat.com તેની પુષ્ટિ કરતું નથી.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score