અમદાવાદના શિક્ષકો માટે જિલ્લા શિક્ષણાધિકારનો મોટો નિર્ણય

By: nationgujarat
03 Aug, 2023

અમદાવાદના શિક્ષકો માટે જિલ્લા શિક્ષણાધિકારીએ વધુ એક મોટો નિર્ણય લીધો છે. અમદાવાદમાં શિક્ષકોને શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલના વપરાશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શાળામાં પ્રવેશતા જ આચાર્ય પાસે ફોન જમા કરાવવો પડશે. ફક્ત રિશેષ દરમિયાન જ મોબાઈલનો ઉપયોગ કરી શકાશે.

અમદાવાજ જિલ્લા શિક્ષણાધિકારીએ મોબાઈલ પર પ્રતિબંધ મુક્યો છે. શિક્ષકો મોબાઈલનો ઉપયોગ કરતા ઝડપાશે તો દંડનીય કાર્યવાહી થશે. આચાર્યને મોબાઈલ રજિસ્ટર જાળવવા પણ સૂચન કરવામાં આવ્યું છે.

ગઈકાલે એટલે કે 3 ઓગસ્ટના રોજ બાળકોની સ્કૂલ બેગના વજનને લઇને અમદાવાદ શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો હતો. શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓની સ્કૂલ બેગનું વજન બાળકના વજનના 10મા ભાગથી વધુ ન રાખવા આદેશ કર્યો છે. શિક્ષણ વિભાગના આ આદેશનો અમદાવાદના 2 હજાર સ્કૂલના 5 લાખ બાળકોને લાભ થશે. જો કોઇ સ્કૂલ પરિપત્ર કે નિયમનો ભંગ કરે તો સ્કૂલ વિરૂદ્ધ કાર્યવાહી કરાશે.


Related Posts