અજિત અગરકરનો ચીફ સિલેક્ટર તરીકેની ટીમ ઈન્ડિયાની સફર પૂર્ણ થઈ ગઈ છે.હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, તેનું સ્થાન પ્રજ્ઞા ઓઝાને આ જવાબદારી આપવામાં આવી છે. પ્રજ્ઞા ઓઝાને ટીમ ઈન્ડિયાના અંતરિમ ચીફ સિલેક્ટર બનાવવામાં આવ્યા છે. ટુંકમાં જ્યાં સુધી અજિત અગરકરના વિકલ્પની પસંદગી ન થાય ત્યાં સુધી પ્રજ્ઞા ઓઝા જ ચીફ સિલેક્ટર હશે. એવું પણ જણાવવામાં આવ્યું છે કે, પાર્થિવ પટેલને ચીફ સિલેક્ટર બનાવવામાં આવી શકે છે.
આ સાથે મોટા સમાચાર એ પણ છે કે, પ્રજ્ઞા ઓઝાને પણ આ પદ પર રાખી શકે છે. પરંતુ અત્યારે કાંઈ પણ કહેવું શક્ય નથી. તમને જણાવી દઈએ કે, અજિત અગરકરનો કોન્ટ્રાક્ટ બીસીસીઆઈની સાથે 4 ઓક્ટોમ્બરના રોજ પૂર્ણ થાય છે.
ટીમ ઈન્ડિયાના 4 સિલેક્ટરો હાલમાં ગુવાહાટીમાં છે. મંગળવારના રોજ ચારેયની બેઠક થઈ હતી અને રિપોર્ટ છે કે,ન્યુઝીલેન્ડ પ્રવાસ પર ક્યા ખેલાડીની પસંદગી થશે. તેના પર ચર્ચા કરવામાં આવી છે. પ્રજ્ઞાન ઓઝાએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. 40 વર્ષના પ્રજ્ઞા ઓઝાએ ભારત માટે 24 ટેસ્ટમાં 113 વિકેટ લીધી છે. આ સાથે તેમણે 18 વનડે મેચમાં 21 વિકેટ લીધી છે. ટી20માં પણ તેના નામે 6 મેચમાં 10 વિકેટ છે.
16 નવેમ્બર 2013ના દિવસે પ્રજ્ઞા ઓઝાના કરિયરનો છેલ્લો દિવસ હતો. આ સચિનની પણ છેલ્લી મેચ હતી. રસપ્રદ વાત એ છે કે, આ મેચમાં પ્રજ્ઞા ઓઝા પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તેમણે મેચમાં 10 વિકેટ લીધી હતી. આ મેચ પછી તેનું ટીમ ઈન્ડિયામાં સિલેક્શન થયું ન હતુ. પરંતુ હવે આ પૂર્વ ક્રિકેટર ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું સિલેક્શન કરશે.
અજિત અગરકર વર્ષ 2023માં ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર બન્યા હતા. તેના કાર્યકાળમાં ભારતે 2024માં ટી20 વર્લ્ડકપ જીત્યો હતો. 2025માં ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન ટ્રોફી જીતી હતી. તેમજ 2026માં ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપ જીત્યો હતો. આ સિવાય 2023, 2025માં ભારતે એશિયા કપ જીત્યો હતો. 2023માં એશિયન ગેમ્સમાંગોલ્ડ મેડલ જીત્યો હતો. 2023માં વર્લ્ડકપની ફાઈનલ સુધી ટીમ ઈન્ડિયા પહોંચી હતી. તેના જ કાર્યકાળમાં રોહિત-વિરાટ જેવા દિગ્ગજોનું ટી20 કરિયર પૂર્ણ થયું છે. અજિત અગરકરે અનેક એવા નિર્ણયો લીધા જે ટીમ ઈન્ડિયાના હિતમાં રહ્યા હતા.